અમદાવાદમાં 4 ઈંચ વરસાદમાં જળબંબાકાર, સરસપુર-હાટકેશ્વર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Yogesh Gajjar

ADVERTISEMENT

Ahmedabad Rain
Ahmedabad Rain
social share
google news

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પડેલા વરસાદથી પૂર્વમાં અનેક વિસ્તારની સોસાયટીઓ પાણી-પાણી થઈ ગઈ હતી. પૂર્વ અમદાવાદના નરોડા-મણીનગરમાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો અખબારનગર, પરિમલ અને મીઠાખળી અંડરપાસ પણ બંધ કરી દેવાયા હતા. શહેરમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા અનેક સોસાયટીમાં પાણી ભરાયા

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જે બાદ પૂર્વના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ડુબ્યા હતા. જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફોલ થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલની બંને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર-8 પર પાણી ફરી વળ્યા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ રોડ પર ઘરોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા હતા. ભાઈપુરા વોર્ડમાં અનેક સોસાયટીઓ વરસાદી પાણીથી તરબતર થઈ હતી.

હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા બાદની સ્થિતિ

પશ્ચિમ અમદાવાદ પણ પાણી-પાણી

અમદાવાદના ગુરુકુળ, સુરધારા સર્કલ, મેમનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો પૂર્વમાં મેમ્કો, બાપુનગર, નિકોલ, વસ્ત્રાલ, જશોદાનગર, સીટીએમ, ઘોડાસર, હાટકેશ્વર, ખોખરામાં પણ અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા.

ADVERTISEMENT

કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો?

શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદના પગલે 25 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. વરસાદના આંકડા પર નજર કરીએ તો નરોડા, મણીનગરમાં 6-6 ઈંચ, સાયન્સ સિટી, ગોતા, ઓઢવમાં 4-4 ઈંચ, ઉસ્માનપુરા, પાલડી, વાસણા, બોડકદેવ, જોધપુર, સરખેજ, રાણીપ, વેજલપુર સહિતના વિસ્તારમાં 3-3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 5 ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT