ઈસ્કોન અકસ્માત: તથ્ય પટેલ 1 વર્ષ બાદ જેલમાંથી બહાર નીકળશે, કોર્ટમાંથી મળ્યા 1 દિવસના જામીન

Gujarat Tak

ADVERTISEMENT

Tathya Patel
Tathya Patel
social share
google news

Ahmedabad Iscon-Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાના 1 વર્ષ બાદ તથ્ય પટેલ હવે જેલમાંથી બહાર નીકળશે.

દાદાની અંતિમવિધિ માટે તથ્યને મળ્યા જામીન

હકીકતમાં તથ્ય પટેલના દાદાનું અવસાન થતા મરણક્રિયાના કારણોસર જામીન માટે અરજી કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા દાદાની અંતિમવિધી માટે તથ્યના જામીન 1 દિવસ માટે મંજૂર કરાયા છે. અંતિમવિધી બાદ તથ્ય પટેલને જેલમાં પાછા લઈ જવા કોર્ટે આદેશ આપ્યો છે. 

4 અઠવાડિયાના જામીનની માંગણી કરાઈ હતી

ખાસ છે કે તથ્ય પટેલ દ્વારા બે દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, તથ્યના દાદા બીમાર છે અને તબિયત ગંભીર હોવાથી કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જોકે સુનાવણી પહેલા જ તથ્યના દાદાનું અવસાન થઈ ગયું હતું, જે બાદ તથ્ય તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દાદાનું નિધન થયું હોવાથી અંતિમવિધિ કરવા અને બેસણું સહિત 4 અઠવાડિયા માટે જામીનની માંગણી કરી હતી.

ADVERTISEMENT

જોકે બીજી તરફ સરકારી વકીલે, જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, અંતિમ વિધી માટે જામીન આપી શકાય પરંતુ ચાર અઠવાડિયા સુધીનો સમય ન આપી શકાય. આરોપી સામે ગંભીર ગુનો છે. જે બાદ બંને પક્ષોની રજૂઆત પછી કોર્ટે તથ્યને પોલીસ જાપ્તા સાથે દાદાની અંતિમવિધિમાં હાજર રહેવા 1 દિવસના જામીન મંજૂર કર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT