6 દિવસે અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ, આવતીકાલથી ફરજ પર જોડાશે

Yogesh Gajjar

ADVERTISEMENT

Doctors Strike
Doctors Strike
social share
google news

Doctors Strike: કોલકાતાની આર.જી મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સ 16 ઓગસ્ટથી ઈમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરીને અનિશ્ચિતકાળની હડતાળ પર ઉતર્યા હતા. જોકે આખરે 6 દિવસ બાદ એટલે કે 21મી ઓગસ્ટે સાંજે હડતાળનો અંત આવી ગયો છે. રાજ્ય સરકારે ડોક્ટર્સની સુરક્ષા માટે CRPF તહેનાત કરવા સહિતની માંગો સ્વીકારી લીછી છે. જે બાદ આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.

16 ઓગસ્ટથી હડતાળ પર હતા તબીબો

હકીકતમાં કોલકાતામાં 31 વર્ષીય મહિલા તબીબની ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ટ્રેઈની ડોક્ટર પર થયેલા આ અત્યાચારથી દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને તબીબોમાં ઘટનાનો વિરોધ નોંધાવીને ન્યાયની માંગણી સહિત હોસ્પિટલમાં તબીબોને સુરક્ષા આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને 16 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા હતા.

OPD સહિતની સેવાઓ ખોરવાઈ હતી 

અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા 6 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને OPD અને વોર્ડ સર્વિસ બંધ રખાતા ઘણા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. તમામ તબીબો કોલેજના કેમ્પસમાં જ હડતાળ પર બેઠા હતા અને રેલી પણ યોજી હતી. જેમાં કોલકાતાના મહિલા ડોક્ટર માટે ન્યાય તથા હેલ્થવર્કર્સ માટે સુરક્ષાનો કાયદો બનાવવા માંગ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT