Ahmedabad માં પોલીસે માંગી 10 લાખની લાંચ, પોલીસ સ્ટેશનમાં જ પૈસા લેતા ASI અને કોન્સ્ટેબલ પકડાયા
Ahmedabad Police Bribe Case: અમદાવાદના ફરી એકવાર પોલીસની છબી ખરડાઈ છે. રખીયાલ પોલીસ સ્ટેશનના ASI અને પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અમદાવાદમાં પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશનમાં લાંચ લેતા ઝડપાયા.
જુગાર કેસમાં કેસ જામીન લાયક બનાવવા અને જામીનમાં હેરાન ન કરવા 10 લાખ માંગ્યા.
ACBના છટકામાં ASI અને કોન્સ્ટેબલ બંને લાંચ લેતા ઝડપાયા.
Ahmedabad Police Bribe Case: અમદાવાદના ફરી એકવાર પોલીસની છબી ખરડાઈ છે. રખીયાલ પોલીસ સ્ટેશનના ASI અને પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. અમદાવાદ ACBએ છટકું ગોઠવતા બંને પોલીસકર્મીઓ તેમાં ઝડપાઈ ગયા હતા. જોકે પોલીસ કોન્સ્ટેબલને ACB છટકાની જાણ થતા જ તે ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે ASI પકડાઈ ગયા હતા.
આ પણ વાંચો: ગંભીર બેદરકારી! જંબુસરમાં સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કપડું ભૂલી ગયા ડોક્ટર, દંપતીએ ઠાલવ્યો આક્રોશ
જામીનમાં હેરાન ન કરવા માંગ્યા 10 લાખ
વિગતો મુજબ, ફરિયાદી અને તેમના મિત્રો જુગાર રમતા પકડાયા હતા. જુગારનો કેસ જામીન લાયક બનાવવા અને જામીન આપવામાં હેરાનગતિ ન કરવા માટે ASI અકબરશાહ દિવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઈએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે ભારે રકઝકના અંતે 1.35 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. આ પૈસા માટે બંને પોલીસકર્મીએ ફરિયાદીને રાત્રે પૈસા લઈને પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા.
આ પણ વાંચો: ભારતીયોને થીજાવીને મારી નાખનાર શેતાનની અમેરિકાથી ધરપકડ
પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા પકડાયા
જોકે ફરિયાદીએ પૈસા ન આપવા હોવાથી ACBને આ અંગે જાણ કરી હતી. જેથી ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેઓ પૈસા લઈને રખિયાલ પોલીસ સ્ટેશનના ઉપરના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં લાંચની રકમ આપી હતી. જોકે ACB સ્થળ પર હોવાની ગંધ આવતા જ કોન્સ્ટેબલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ASI ઝડપાઈ ગયા હતા. હાલમાં આ લાંચના પૈસામાં કોનો કોનો હિસ્સો હતો તે બાબતે અને ફરાર કોન્સ્ટેબલને પકડવા માટે ACBએ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા ASI પકડાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT