અમદાવાદ ટ્રાફિક પોલીસને અપાયા AC વાળા હેલમેટ
અમદાવાદઃ ટ્રાફિક પોલીસની સતત ફરિયાદ રહેતી હોય છે કે પોતે ગરમી, ઠંડી અને ચોમાસામાં પણ ફરજ બજાવે છે, જોકે તેમની આ સમસ્યાઓ પર બહુ લાંબા…
ADVERTISEMENT
અમદાવાદઃ ટ્રાફિક પોલીસની સતત ફરિયાદ રહેતી હોય છે કે પોતે ગરમી, ઠંડી અને ચોમાસામાં પણ ફરજ બજાવે છે, જોકે તેમની આ સમસ્યાઓ પર બહુ લાંબા સમય પછી કોઈનું ધ્યાન પડ્યું હોય એવું લાગી રહ્યું છે. તેમને વરસાદથી બચાવવા તેમને રેઈનકોટ મળે છે, તેમને ઠંડીથી બચાવવા જેકેટ કે સ્વેટર મળે છે. હાલમાં ગુજરાતના અમદાવાદમાં ટ્રાફિક પોલીસ માટે એક અનોખી સુવિધા શરૂ કરવાનું નક્કી કરાયું છે. જેમાં તેમને ઉનાળાના સમયે થતી પરેશાનીનો હલ શોધવાનો પ્રયત્ન કરાયો છે. તેના માટે પ્રારંભીક ધોરણે ત્રણ એસી હેલમેટ વસાવાયા છે. આ હેલમેટ લેવાનો હેતુ માત્ર પોલીસને ગરમીથી છૂટકારો મળે તેનો છે. જોકે આ હેલમેટ તેમને પ્રદુષણથી પણ બચાવી શકશે.
વડનગરમાં ડુપ્લીકેટ આધારકાર્ડનું કૌભાંડઃ ડમી સીમ કાર્ડ બનાવ્યા, ડબ્બા ટ્રેડર્સને બખ્ખા
હેલમેટની વિશેષતાઓ શું?
ટ્રાફિક પોલીસ માટે એસી હેલમેટ વસાવાયા છે. જે પોલીસને ઠંડો પવન આપશે અને ગરમીથી બચાવશે. આ હેલમેટ બેટરી ઓપરેટેડ છે, જેથી તેને ચાર્જ કરી શકાશે. હેલમેટમાં રહેલા ગ્લાસથી રોડ પર ડ્યૂટી દરમિયાન તેમની આંખ અને નાકને પણ બચાવીને તેમને ધૂળ, તડકા અને પ્રદૂષણથી સુરક્ષા મળશે. આ હેલમેટ એક બેટરી સાથે જોડાયેલું છે. હાલ આ હેલમેટ પોલીસને માટે ફાયદારૂપ છે કે નહીં તેને લઈને હાલ પ્રારંભિક ધોરણે માત્ર ત્રણ હેલમેટ લેવાયા છે. તે કેટલા સફળ રહે છે તે જોઈને આગળની વિધિ નક્કી કરવામાં આવશે. હાલ અમદાવાદના નાના ચિલોડા, પિરાણા ક્રોસ રોડ અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક એક પોલીસ કર્મચારીને આ હેલમેટ અપાયા છે.
તેની ડિઝાઈન સામાન્ય હેલમેટ જેવી જ છે, ખાસ વાત એ છે કે તેમાં એસી સાથે પંખો મુકાયેલો છે. બેટરીનો વાયર હેલમેટ સાથે અને બેટરી એક અલગ કવરમાં જોડાયેલી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT