RAJKOT માં સિગરેટ ગેંગ: યુવક સિગરેટ પિતાની સાથે જ ઢળી પડ્યો અને…
રાજકોટ : શહેરમાં ચોંકાવનારી પરંતુ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં માલઢોર ચરાવતા યુવકને અજાણ્યા શખ્સોએ સિગારેટ પીવડાવી હતી. જો કે ત્યારબાદ આ સિગારેટની આડઅસર…
ADVERTISEMENT
રાજકોટ : શહેરમાં ચોંકાવનારી પરંતુ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં માલઢોર ચરાવતા યુવકને અજાણ્યા શખ્સોએ સિગારેટ પીવડાવી હતી. જો કે ત્યારબાદ આ સિગારેટની આડઅસર થતા સિગારેટ પીતાની સાથે જ યુવકની સ્થિતિ કથળી હતી. જેથી યુવાનને તત્કાલ સારવાર માટે ખસેડાયો હતો. યુવકને ગળાના ભાગે ગંભીર ઇન્ફેક્શન થતા તેની સધન સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે યુવાનની સ્થિતિ એટલી ગંભીર છે કે, યુવાન હાલ બોલી પણ શકતો નથી. આ ઉપરાંત તેનો અવાજ હંમેશા માટે જતો રહ્યો હોવાની ભીતી પણ ડોક્ટર્સ સેવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ તો સારવાર ચાલી રહી છે. જો કે બોલી નહી શકતો હોવાના કારણે પરિવારમાં ચિંતા છે. તબીબો પણ સીગરેટમાં એવું તે શું હતું તે અંગે તપાસ ચલાવી રહ્યા છે.
સિગરેટ પીવાની સાથે જ થવા લાગે છે અસર
રાજકોટમાં ઢોર ચરાવતા એક યુવકને અજાણ્યા શખ્સોએ સિગારેટ પીવડાવી હતી. જો કે સિગરેટ પીધા બાદ આડઅસર થતા યુવકની સ્થિતિ ધીરે ધીરે કથળવા લાગી હતી. ઘરે પહોંચતા સુધીમાં તો યુવાનની સ્થિતિ અત્યંત વિકટ બનતા તેને સારવાર માટે ખસેડવો પડ્યો હતો. યુવકને ગળામાં ઇન્ફેક્શન થતા તે કાંઇ પણ ખાઇ પી શકતો નહોતો. એટલું જ નહીં યુવાન બોલી પણ શકતો નહોતો.
ઢોર ચરાવતા એક વ્યક્તિને બનાવ્યો ટાર્ગેટ
પડધરી ગામે આવેલ ગીતાનગ૨ વિસ્તારમાં ૨હેતો કિષ્ણા જેરામભાઈ ચા૨ણ નામનો ૨૬ વર્ષીય યુવક બપોરે રોડ પ૨ ઢો૨ ચરાવી રહ્યા હતા. અચાનક કેટલાક શખ્સો આવ્યા અને લાઇટર અંગે પુછ્યું હતું. જેથી તેણે આપતા તે યુવકોએ સિગરેટ સળગાવી હતી. તેમને પણ પીવા માટે આપી હતી. જો કે આ સિગરેટ પિતાની સાથે જ કિષ્નાને આંખે અંધારા આવવા લાગ્યા હતા. થોડા સમય બાદ તેની તબિયત બગડતા તે ઢળી પડ્યો હતો. રાહદારીઓએ આ અંગે 108 અને પોલીસ બંન્નેને જાણ કરી હતી.
ADVERTISEMENT
સારવાર શરૂ પરંતુ પોતાનો અવાજ હંમેશા માટે જતો રહ્યો હોય તેવી આશંકા
કિષ્નાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાનમાં આવ્યા બાદ ગળામાંથી અવાજ ગાયબ થઈ ગયો હતો. આ અજીબો ગરીબ કિસ્સાને લઈને પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. જ્યારે પોલીસ આશ્ચર્યમાં પડી હતી. હાલ આ મામલે પડધરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ADVERTISEMENT