ડુપ્લિકેટ આદિવાસી સર્ટિફિકેટને લઈ છોટુ વસાવા ફરી મેદાને, સરકાર પાસે કરી આ માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આ દરમિયાન પેપર લીક કૌભાંડ બાદ હવે નકલી પીએસઆઇ કૌભાંડે સરકારને ભીંસમાં લીધી છે. ત્યારે હવે આદિવાસી નેતાએ અલગ માંગ કરી છે, આદિવાસી નેતા છોટુ વસાવાએ સોસિયલ મીડિયામાં લખ્યું કે,  નકલી આદિવાસી સેર્ટીફીકેટ વાળા પકડાયા હતા એ બધાની ધરપકડ કેમ કરવામાં આવી નથી ?

એક તરફ રાજ્યમાં એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ડુપ્લિકેટ પીએસઆઈને લઈ આદિવાસી નેતા છોટુ વસાવાએ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ફેસબુક પર લખ્યું છે કે,  PSI વાળા કેસ માં જે યુવક ની ધરપકડ થઈ છે, એજ રીતે જે નકલી આદિવાસી સેર્ટીફીકેટ વાળા પકડાયા હતા એ બધાની ધરપકડ કેમ કરવામાં આવી નથી ?

ADVERTISEMENT

જાણો શું છે આ મુદ્દો
આ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવા, ભાજપ સરકારના પૂર્વ મંત્રી ગણપત વસાવા અને બિટીપીના છોટૂ વસાવા સહિત ઘણા નેતાઓએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. ખાસ કરીને ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ આ મુદ્દો પણ ઘણો ગરમાયો છે. બીજી બાજુ ગુજરાત સરકારે આ મુદ્દે એક ખાસ કમિટિ પણ બનાવી છે, જે આદિવાસીઓને મળેલા નકલી પ્રમાણપત્રની તપાસ કરી રહી છે.

 એક મોટો આદિવાસીઓનો સમૂહ છે જે ખોટા આદિવાસી પ્રમાણપત્ર વાળા છે તે મૂળ આદિવાસીઓનો હક પડાવી રહ્યા છે. આ મુદ્દે જ અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે. જો આને રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી 40 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ઘણું વધારે જોવા મળી રહ્યું છે.બીજી બાજુ આદિવાસી સંગઠને મુદ્દો ઉઠાવ્યો છે કે અમે મૂળ આદિવાસી છે પરંતુ અમારો હક્ક છિનવી લેવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, યુવરાજસિંહ પર માહિતી લીક કરવાનો આરોપ? જાણો શું છે મામલો

ADVERTISEMENT

આ મુદ્દો ઘણો સેન્સિટિવ છે
ગુજરાત સરકારને પણ જાણ છે કે આ મુદ્દો ઘણો સેન્સિટિવ છે. જેથી તેઓ પણ સમજી વિચારીને આ અંગે ડગલું આગળ વધારી રહ્યા છે. પરંતુ ચૂંટણી પહેલા ફરીથી આ મુદ્દો ગરમાયો છે. આ દરમિયાન આદિવાસી સંગઠનોએ સરકારને લેખિતમાં કહ્યું કે રબારી, ભરવાડ અને ચારણ સમાજને બક્ષીપંચમાં સામેલ કરવા જોઈએ. બોગસ આદિવાસી પ્રમાણ પત્રોને રદ કરવા જોઈએ. આની સાથે આવા બોગસ સર્ટિફિકેટ આપનારાઓ સામે કાર્યવાહી કરવા પણ માગ કરાઈ છે. આ તમામ પાસાઓ પર નજર કરીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ફરીથી બોગસ આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો ગરમાયો છે. જેનાથી કોઈપણ પાર્ટી મોઢુ ફેરવી શકે એમ લાગતું નથી.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT