ભારતમાંથી ચીની જાસુસની ધરપકડ, દલાઇ લામા વિરુદ્ધ મોટા ષડયંત્રનો પર્દાફાશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ભારત વિરુદ્ધ ચીનની ઘુસણખોરીના અનેક નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યું છે. પોતાના નાપાક ઇરાદાઓ અનેકવાર નિષ્ફળ થવા છતા પણ ચીન પોતાની ખંધી ચાલ છોડતું નથી. સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે, ચીને તિબેટના ધર્મગુરૂ દલાઇ લામાની જાસુસી માટે એક મહિલાને મોકલી છે, જે હાલ હિન્દુસ્તાનમાં છે. આશંકા એ પણ છે કે, મહિલા શ્રધ્ધાળુઓ વચ્ચે રહીને દલાઇ લામાની જાસુસી કરી શકે છે. પરંતુ તે પહેલા બિહાર પોલીસે તે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ પોલીસે આ મહિલાનો સ્કેચ પણ બહાર પાડ્યો છે.

પાકિસ્તાની અન્ડરવર્લ્ડ માફીયાએ ગુજરાતમાં મોકલ્યા હથિયારઓ અને કરોડોનું ડ્રગ્સ, ATSએ કેવી રીતે ઝડપ્યા

બિહાર પોલીસે શંકાસ્પદ સ્કેચ છે તે મહિલાની ધરપકડ કરી
બિહાર પોલીસે જે શંકાસ્પદ મહિલાનો સ્કેચ બહાર પાડ્યો હતો તેને ઝડપી પણ લીધી છે. બોધગયા પોલીસે તે શંકાસ્પદ ચીની જાસુસ મહિલાને બોધગયાના કાલચક્ર ગ્રાઉન્ડની બહારથી ધરપકડ કરી લીધી છે. તે સ્થળ પર દલાઇ લામા રોજ પ્રવચન આપવા માટે પણ આવે છે. બિહાર પોલીસના અનુસાર શંકાસ્પદ ચીની મહિલાનું નામ સોંગ શિયાઓલન (Song Xiaolan) છે.

રિષભ પંતને શ્રીલંકા સીરિઝથી કેમ બહાર કરી દેવાયો? ખરાબ ફોર્મ નહીં પરંતુ જાણો એ અન્ય કારણ વિશે…

ચીની મહિલા 2019 માં ભારત આવી હતી
સુત્રોનું કહેવું છે કે, ચીની મહિલા 2019 માં પણ ભારત આવી હતી. જો કે બાદમાં તે ચીન પરત ફરી ગઇ હતી. ત્યાર બાદ તેઓ ફરી એકવાર ભારત આવ્યા અને પછી નેપાળ જતી રહી હતી. તેઓ નેપાળમાં થોડા દિવસ વિતાવ્યા બાદ બોધગયા પહોંચી હતી. ગયા સિટી પોલીસના એસપી અશોક પ્રસાદ હવે શંકાસ્પદ મહિલાની પુછપરછ કરી રહ્યા છે. આ મહિલા મુદ્દે પહેલા જ એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

ગુજરાતી મૂવી તખુભાની તલવાર વિવાદના વંટોળમાં ફસાઈ, કરણી સેનાએ રિલીઝ થતી અટકાવવા કરી માંગ

તિબેટના ધર્મગુરૂ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે ચીન
તિબેટના ધર્મગુરૂ દલાઇ લામા હાલ બિહારમાં છે. બિહારના બોધગયામાં દલાઇ લામાનો ત્રીદિવસિય પ્રવચન કાર્યક્રમ 29 ડિસેમ્બરથી જ શરૂ થયો છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દલાઇ લામાના આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોધ ગયા પહોંચ્યા હતા. જો કે શ્રદ્ધા સમર્પણ અને વિશ્વાસના આ સમાગમમાં ચીનના મોટા કાવત્રાનો પર્દાફાશ થયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT