મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને મકરસંક્રાંતિ પર્વની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ગુજરાતની કમાન ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલને સોપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત ગુજરાતના…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ગુજરાતની કમાન ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલને સોપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સાંભળ્યો અને એકશન મોડ પર જોવા મળ્યા છે. આ દરમિયાન આજે મકરસંક્રાંતિ પર્વની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી શુભકામના પાઠવતા કહ્યું કે, સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
રાજ્યની જનતાને મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવતાની સાથે તેમણે કહ્યું કે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમા સૌના સાથ સૌના વિકાસ ના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
આ પણ વાંચો: પતંગ રસિકો માટે આવ્યા સારા સમાચાર, જાણો આજે કેવો રહેશે પવન
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT