ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ થયો હતો પ્રેમ તો પછી કેમ ન કરી શક્યા પ્રપોઝ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા, રાજકોટ: લેઉઆ પટેલ સમાજની આસ્થાના પ્રતિક એવા ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલની પ્રેમ કહાની અલગ છે. કારણ કે તમને આશ્ચર્ચ થશે કે વર્ષે દા’ડે સેંકડો કરોડોનો બિઝનેસ ધરાવતાં અને પટેલ બ્રાસ વર્કસ નામની કંપની શરૂ કરનારા નરેશ પટેલ, દેશના રાજકારણમાં ઉહાપોહ મચાવી દેનારા નરેશ પટેલે લવમેરેજ કર્યા છે. એ પણ 1984ના વર્ષમાં. એટલા માટે અજરજ પમાડે કારણ કે પટેલ સમાજમાં વર્ષ 1984માં એ વખતે પ્રેમ થવો અને એ જ પાત્ર સાથે લગ્ન કરવા ખુબ મોટી વાત કહેવાય

નરેશ પટેલને થયો પહેલી નજરનો પ્રેમ
પહેલી નજરનો પ્રેમ આજીવન સાથે રહે. બસ, એવું જ થયું નરેશ પટેલ અને શાલિની પટેલ સાથે. કોલેજ દરમ્યાન નરેશભાઈને શાલિનીબહેન સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો. ક્લાસમાં બન્ને છેલ્લી બેન્ચે જ બેસતાં. નરેશભાઈએ દિવસો યાદ કરતાં કહે છે, ‘વાત 1984ની છે, અમે બન્નેએ મૅરેજ કર્યા. લવ-મૅરેજ. એ સમયે પટેલનો દીકરો લવ-મૅરેજ કરે એ બહુ મોટી વાત કહેવાતી. ફૅમિલીને થોડું સમજાવ્યું અને એ પછી અમારા મૅરેજ થયા, પણ માત્ર મૅરેજ થઈ જાય એટલે વાત પૂરી નથી થતી, પણ એ સફળ બનાવવા પરસ્પરનો વિશ્વાસ અને બન્નેનું ફ્રિડમ બહુ મહત્વનું બને છે.’

પ્રેમ કર્યો પણ પ્રપોઝ ન કરી શક્યા
નરેશ પટેલ. માત્ર નામ જ કાફી છે, 2022ની વિધાનસભા ઇલેકશન પહેલાંના ચાર મહિના દરમ્યાન ગુજરાત જ નહીં, દેશભરમાં ઉહાપોહ મચાવી દેનારા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના લવ મૅરેજ એ બહુ ઓછાં લોકો જાણે છે અને એ પણ બહુ ઓછાં લોકો જાણે છે કે આ લવસ્ટોરી કૉલેજમાં શરૂ થઈ હતી. શાલિનીબહેન હરિયાણાના જૈન પરિવારના દિકરી છે. શાલિનીબહેન નરેશભાઈથી સવા વર્ષ મોટાં છે. બી.કોમ.નું બીજું વર્ષ ચાલતું હતું એ દરમ્યાન નરેશ પટેલ શાલિનીબહેનની પાછળ પાછળ ફરતાં. એકવાર તો શાલિનીબેને કહી પણ દીધું હતું કે આ રીતે શું પાછળ આવો છો???!!! એ સમયે તો તેની પાસે જવાબ નહોતો અને એટલે ફાઇનલી પ્રપોઝ પણ શાલિનીબહેને જ કરવું પડ્યું હતું.

ADVERTISEMENT

નરેશ પટેલ કેમ રાજનીતિમાં નથી આવતા ?
નરેશ પટેલ રાજનીતિમાં આવે એવું સૌ કોઈ ઈચ્છે છે પણ આવુ-આવુ કરીને હાઉકલી કરીને જતા રહે છે. આવુ શા માટે ? કારણ બીજુ કંઈ નહીં પ્રેમ છે. જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે નરેશ પટેલના પોલ‌િટિક્સ પ્રવેશ માટે આખી દુનિયા રાહ જોતી હતી પણ એ પ્રવેશ તેમણે બીજા કોઈના કારણે નહીં પણ માત્ર અને માત્ર પોતાના પ્રેમ એટલે શાલિનીબહેનના કારણે જ અવૉઇડ કર્યો છે. 1965ની 11મી જુલાઈએ જન્મેલા નરેશભાઈ છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. શાલિની પટેલ કહે છે, ‘નરેશે મને અને મારી લાઇફને ખૂબ માન અને મહત્વ આપ્યા છે. પર્સનલી તેમની ઈચ્છા રાજકારણમાં એન્ટર થવાની હતી, પણ મારી જીદ હતી કે રાજકારણ તો નહીં જ અને તે એ વાત માન્યા.’

ADVERTISEMENT

આ પણ વાંચો: ગજબ છે! નોટિસ બાદ પણ 7 પૂર્વ ધારાસભ્યોએ સરકારી આવાસ ખાલી ન કર્યા, હવે તાળું તોડીને કબ્જો લેવાયો

ADVERTISEMENT

પરમ શિવભક્ત છે નરેશ પટેલ
નરેશ પટેલ મહાદેવ શિવજીના પ્રખર ભક્ત છે અને એ ભક્તિ તેમના સંતાનોના નામોમાં પણ રીતસર ઝળહળે છે. નરેશભાઈ અને શિવાનીબહેનને બે દિકરી અને એક દીકરો છે. દીકરી શિવાંગી અને સોહમ પરણીને સાસરે છે તો દીકરો શિવરાજ પપ્પાએ શરૂ કરેલી કંપનીમાં જ ડિરેક્ટર છે. નરેશ પટેલે હજારો બાળકોના એડમિશન એક પણ રૂપિયાનો ચાર્જ કે ડોનેશન વિના કરાવ્યું છે. નરેશભાઈ કહે છે, ‘શિક્ષણથી મોટું દાન કોઈ હોય ન શકે અને એ દાન ત્યારે જ થઈ શકે જ્યારે મહાદેવના ચાર હાથ હોય.’નરેશભાઈ પર મહાદેવના ચાર હાથ છે અને એટલે જ જ્યારે તેમણે બિઝનેસ સંભાળ્યો ત્યારે જે એક્સપોર્ટ ઝીરો હતું, એ આજે 65 ટકાથી પણ વધારે છે!

    follow whatsapp

    ADVERTISEMENT