GCMMF ની ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કરાયા રિપીટ, સાબર ડેરીનો રહ્યો દબદબો
સાબરકાંઠા: ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં ચૂંટણી યોજાઇ છે. ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા…
ADVERTISEMENT
સાબરકાંઠા: ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં ચૂંટણી યોજાઇ છે. ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા છે. ચેરમેન માટે શામળભાઈ પટેલ જ્યારે વાઇસ ચેરમેન વાલમજી હુંબલને રિપીટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં દૂધ સંઘોમાં દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે તેમણે ચેરમેન પદ માટે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલને રિપીટ કરવામાં આવ્યા છે.
53000 કરોડનું ઉત્પાદન
8 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી ચૂંટણી થઈ હતી. જેમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના હસ્તકની જુદી જુદી મંડળીઓના ચેરમેન મતદાન કર્યું હતું. જેમાં ચેરમેન પદ પર શામલભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. 10000+ ડીલરો સાથે ભારતનું સૌથી મોટું દૂધ ઉત્પાદક બોર્ડ 53000 કરોડનું ઉત્પાદન GCMMFનું સૌથી મોટું નેટવર્ક વેચાણ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 25 દિવસ ચાલશે, જાણો ક્યારે થશે શરૂ અને કેટલી બેઠકો મળશે
આ છે ચૂંટણી પ્રક્રિયા
પ્રાંત અધિકારી મારફત જનરલ બોર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનના નામોની દરખાસ્ત કરવામાં આવે છે. જે બાદ તમામ દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન પોતાનો મત આપે છે અને મતના આધારે GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનનું નામ જાહેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
વિથ ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા
ADVERTISEMENT