શું 4 જૂન બાદ શેર બજાર તમામ રેકોર્ડ તોડશે? PM મોદીના એક નિવેદનથી રોકાણકારો મોજમાં
PM Modi On Share Markets: દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) શરૂ થયા બાદથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારે બજાર ભાગે છે, તો ઘણીવાર ધડામ કરતું નીચે પડી જાય છે.
ADVERTISEMENT
PM Modi On Share Markets: દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) શરૂ થયા બાદથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારે બજાર ભાગે છે, તો ઘણીવાર ધડામ કરતું નીચે પડી જાય છે. Stock Market માં ભારે ઉથલ-પાથલની વચ્ચે થોડા દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બજારમાં જોરદાર તેજીનું અનુમાન લગાવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ એક ઈન્ટવ્યુ દરમિયાન કહ્યું કે, 4 જૂને જ્યારે ચૂંટણી પરિણામો આવશે, ત્યારબાદ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળશે.
શેરબજાર તમામ રેકોર્ડ તોડી નાખશે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પણ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શેર માર્કેટ (Share Market) વિશે વાત કરી. તેમણે કહ્યું કે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે અને આ પરિણામો આવ્યા બાદ ભારતીય શેરબજાર તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, 'તમે જોશો કે ચૂંટણીના પરિણામો બાદ આખા અઠવાડિયામાં એટલું ટ્રેડિંગ થશે કે તેને ઓપરેટ કરનાર થાકી જશે.' એક દાયકાના રેકોર્ડ સામે રાખતા કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં બજાર 25,000થી 75,0000 સુધીની સફર કરી ચૂક્યું છે.
જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરમાં ઉછાળો
એક ટીવી ચેનલને આપેલા આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળાની આશા પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રની કંપનીઓના શેર આજકાલ દોડી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, શેરબજારમાં જેટલા વધુ રોકાણકારો રોકાણ કરશે, તેટલું જ અર્થવ્યવસ્થા માટે સારું છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે અર્થતંત્રને મજબૂત કરવા માટે સૌથી વધુ આર્થિક સુધારા કર્યા છે અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આર્થિક નીતિઓ લાગુ કરી છે. તેની અસર પણ સ્પષ્ટ દેખાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પૈસા જ પૈસા! ખાલી આટલા સમયમાં જ 1 લાખના થઈ ગયા 40 લાખ; રોકાણકારોને મોજે મોજ
રિક્સ લેવાની ક્ષમતા હોવી જોઈએ
હું ઈચ્છું છું કે નાગરિકોમાં રિસ્ક ટેકિંગ કેપેસિટી અથવા જોખમ લેવાની ક્ષમતા વધવી જોઈએ. આવું વિચારીને જીવવાનો કોઈ અર્થ નથી, શું થશે અને હું શું કરીશ? અગાઉ PSUના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે તે સતત વધી રહ્યો છે. વિપક્ષ HAL વિશે ઘણી વાતો કરતો હતો, પરંતુ આજે સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ચોથા ક્વાર્ટરમાં 4000 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો નોંધાવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પતંજલિની આ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો! રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું હતું?
પીએમ મોદી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે કહ્યું હતું કે શેરબજારમાં ઘટાડા કે વધઘટને લોકસભા ચૂંટણી સાથે ન જોડવી જોઈએ. તેમણે આ પાછળનું કારણ તમામ પ્રકારની અફવાઓને ગણાવી હતી. આ સાથે ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે 4 જૂન 2024 પછી શેરબજારમાં તેજી આવશે. જારમાં તેજીનું અનુમાન લગાવતા અમિત શાહે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ દેશમાં સ્થિર સરકાર આવે છે ત્યારે બજારમાં તેજી જોવા મળે છે અને અમારી સીટો 400ને વટાવી જાય છે, ત્યારે મોદી સરકાર આવશે અને બજારમાં પણ તેજી જોવા મળશે.
ADVERTISEMENT