Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

ADVERTISEMENT

 Vodafone Idea User's in trouble
Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત
social share
google news

Vodafone Idea User's in trouble:  Jio અને Airtel કંપનીઓની જેમ Vodafone-Ideaએ પણ તાજેતરમાં તેના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે, પરંતુ હવે કંપનીએ તેના યુઝર્સને વધુ એક નવો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં વોડાફોન-આઈડિયા કંપનીએ તેના એક પોસ્ટપેડ પ્લાનની સાથે મળતા અનલિમિટેડ ડેટા બેનિફિટ્સને ખતમ કરી દીધું છે. 

વોડાફોન-આઈડિયાનો બીજો ઝટકો

Vodafone Ideaનો એક પોપ્યુલર પોસ્ટપેડ પ્લાન પહેલા 701 રૂપિયાનો હતો. કંપનીએ આ પ્લાનની કિંમત વધારીને 751 રૂપિયા કરી દીધી છે, છતાં કંપનીએ આ પ્લાન સાથે મળનારા બેનિફિટ્સમાં ઘટાડો કર્યો છે. વોડાફોન આઈડિયાના આ પ્લાનની સાથે પહેલા અનલિમિટેડ ડેટા બેનિફિટ્સ મળતો હતો, જે પોસ્ટપેડ રિચાર્જ પ્લાનનો યુનિક સેલિંગ પોઈન્ટ પણ હતો. હવે વોડાફોન આઈડિયાએ આ પ્લાનની કિંમતમાં વધારો કર્યા પછી પણ અનલિમિટેડ ડેટા બેનિફિટ હટાવી દીધો છે. ચાલો અમે તમને આ પ્લાન વિશે જણાવીએ.

શું મળે છે ફાયદા

Vodafone Ideaના આ પ્લાનની સાથે હવે અનલિમિટેડ વોઈસ કોલિંગ, દર મહિને 3000 SMS અને 150GB ડેટાનો લાભ મળશે. જોકે, કંપની આ પ્લાનની સાથે માસિક 150GB ડેટા બેનિફિટની સાથે 200GB ડેટા રોલઓવરની સુવિધા પણ આપી રહી છે. આ સિવાય યુઝર્સ રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે. 

ADVERTISEMENT

આ પ્લાનની સાથે મળે છે ઘણા બેનિફિટ્સ

આ પ્લાનના કેટલાક વધારાના ફાયદા વિશે વાત કરીએ તો કંપનીએ તેની સાથે Vi Gamesની સુવિધા પણ આપી છે. આ પોસ્ટપેડ પ્લાનની સાથે 6 મહિના માટે Amazon Prime મેમ્બરશિપ, 1 વર્ષ માટે Disney Plus Hotstar, SonyLiv Premium TV અને મોબાઇલ સબ્સ્ક્રિપ્શન,  SunNXTનું  સબ્સ્ક્રિપ્શન, Swiggy નું  સબસ્ક્રિપ્શન (દર ત્રણ મહિને બે કૂપન સાથે), અને EasyDinerનું ઍક્સેસ (દર ત્રણ મહિને બે કૂપન્સ) મળે છે. 

આ ઉપરાંત આ પ્લાન સાથે યુઝર્સને એક વર્ષ માટે EaseMyTrip દ્વારા દર મહિને ફ્લાઇટ બુકિંગ પર 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. એટલું જ નહીં, આ પ્લાનની સાથે યુઝર્સને એક વર્ષ માટે કોઈ વધારાના ચાર્જ વિના નોર્ટન મોબાઈલ સિક્યોરિટીની સુવિધા પણ મળશે.

ADVERTISEMENT

એરટેલ-જિયો પણ આપશે ઝટકો?

Vodafone-Idea યુઝર્સને આ પ્લાન સાથે ઘણા બધા વધારાના ફાયદા મળે છે, પરંતુ કંપનીએ આ પ્લાન સાથે ઉપલબ્ધ અનલિમિટેડ ડેટાને લિમિટેડ કરી દીધો છે, જે યુઝર્સ માટે ભાવ વધારા બાદ એક બીજો મોટો ઝટકો સાબિત થઈ શકે છે.  આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું એરટેલ અને જિયો પણ તેમના પોસ્ટપેડ યુઝર્સને આવો ઝટકો આપી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT