HDFC બેંકના ગ્રાહકોને ઝટકો! આખો દિવસ આ સર્વિસ થઈ જશે ઠપ, UPI સહિતની કામગીરી પર થશે અસર

Gujarat Tak

ADVERTISEMENT

HDFC Bank
HDFC Bank ના ગ્રાહકોની વધશે મુશ્કેલી
social share
google news

HDFC Bank: દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક HDFC બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે તેના કરોડો ગ્રાહકોને ઈમેલ અને મેસેજ દ્વારા સૂચના આપી છે કે શનિવારે 13 જુલાઈ, 2024ના રોજ બેંકની ઘણી સેવાઓ કેટલાક કલાકો સુધી બંધ રહેશે. HDFC બેંક તેની સિસ્ટમ અપગ્રેડ કરવા જઈ રહી છે. જેના કારણે ગ્રાહકોને 13 કલાક સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકે તેના ગ્રાહકોને જાણ કરી છે કે તેઓ તેમના તમામ કામ અગાઉથી જ કરી લે જેથી તેમને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.


HDFC બેંકે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરતા જણાવ્યું છે કે 13 જુલાઈની સવારે 3 વાગ્યાથી લઈને સાંજના 4.30 વાગ્યા સુધી સિસ્ટમને અપગ્રેડ કરવાનું કામ થશે. બેંકે ઈમેલ દ્વારા ગ્રાહકોને જણાવ્યું છે કે, ગ્રાહકોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે જુલાઈનો બીજો શનિવાર પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસે બેંકોમાં રજા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને રોજિંદા કામ પર અસર ઓછી પડશે. ગ્રાહકોને સારી ઓનલાઈન સુવિધા આપવા માટે અને વધારે ટ્રાફિક મેનેજ કરવા માટે બેંક પોતાની સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે.  

ગ્રાહકોને 13 કલાક સુધી આ સેવાઓ નહીં મળે

ગ્રાહકોને 13 જુલાઈના રોજ સવારે 3 વાગ્યાથી 3.45 વચ્ચે UPI સેવા નહીં મળે. ગ્રાહકો સવારે 9.30થી 12.45 વાગ્યા સુધી UPI સેવાનો ઉપયોગ કરી શકશે નહીં. બેંકના ATM અને ડેબિટ કાર્ડના ગ્રાહકો કેટલીક મર્યાદાઓ સાથે સવારે 3થી 3.45 અને સવારે 9.30થી 12.45 સુધી તેનો ઉપયોગ કરી શકશે. આ સિવાય નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સેવાઓ 13 કલાક માટે આંશિક રીતે કાર્યરત રહેશે. આ ઉપરાંત બેંક ખાતા, બેંક ખાતામાં પૈસા જમા કરાવવા, IMPS, NEFT, RTGS જેવી ફંડ ટ્રાન્સફર કરવા સંબંધિત સેવાઓ પણ બંધ રહેશે. આ સિવાય બેંક પાસબુક ડાઉનલોડ કરવી અને એકાઉન્ટ ખોલવવા જેવી સેવાઓ પણ ખોરવાઈ જશે.

ADVERTISEMENT

આ સેવાઓ પર નહીં પડે અસર

બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, HDFC બેંકના ગ્રાહકો કોઈપણ અવરોધ વિના તેમની ક્રેડિટ કાર્ડ સેવાઓનો ઉપયોગ કરી શકશે. સિસ્ટમ અપગ્રેડની તેના પર કોઈ અસર થશે નહીં. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, PoS ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ઈન્ક્વાયરી અને PIN ચેન્જ જેવી સેવાઓ પણ ચાલુ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT