ગજબનો આ સ્ટોક! 4 વર્ષમાં રોકાણકારો કરોડ પતિ બન્યા, 1 લાખના રોકાણના 6.41 કરોડ થઈ ગયા

ADVERTISEMENT

Multibagger stock
Multibagger stock
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

 શેરબજારમાં ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ છે, જેણે રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ બનાવી દીધા છે.

point

Integrated Industries LTD ના શેર 5 વર્ષ પહેલા 29 માર્ચ 2019ના રોજ 1.46 રૂપિયા પ્રતિ શેરના ભાવે હતા.

point

પરંતુ આજે આ શેર 655 રૂપિયા પર પહોંચી ગયા છે. આ શેરે પાંચ વર્ષ દરમિયાન 44,766.44% વળતર આપ્યું છે.

Multibagger Stocks: શેરબજારમાં ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ છે, જેણે રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ બનાવી દીધા છે. જ્યારે કેટલાકે લાંબા ગાળામાં ઉત્તમ વળતર આપ્યું છે. આજે અમે એવા જ એક સ્ટોક વિશે માહિતી આપી રહ્યા છીએ, જેણે લગભગ 4 વર્ષમાં 64,766.44% થી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.

અમે Integrated Industries LTD ના શેર વિશે વાત કરી રહ્યા છીએ. આ કંપનીના શેર પાંચ વર્ષ પહેલા 29 માર્ચ 2019ના રોજ 1.46 રૂપિયા પ્રતિ શેરના ભાવે હતા, પરંતુ આજે આ શેર 655 રૂપિયા પર પહોંચી ગયા છે. આ શેરે પાંચ વર્ષ દરમિયાન 44,766.44% વળતર આપ્યું છે. આ સ્ટોક માત્ર એક વર્ષમાં 1,838 ટકા વધ્યો છે.

આ પણ વાંચો: ડભોઈમાં જૂથ અથડામણઃ લાકડી-પાઈપો લઈને એકબીજા પર તૂટી પડ્યા, 12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

છ મહિનામાં આવક ડબલ થઈ

ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા છ મહિનામાં 144 ટકા વળતર આપ્યું છે, જેનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિએ છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની રકમ 2.44 લાખ રૂપિયા થઈ ગઈ હોત. આ શેરે એક મહિનામાં 17.59% વળતર આપ્યું છે, જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 45% વળતર આપ્યું છે. આ કંપનીનું માર્કેટ કેપ 627 કરોડ રૂપિયા છે. તેનું 52 સપ્તાહનું હાઈ લેવલ રૂ. 677 અને લો લેવલ રૂ. 32.20 છે.

ADVERTISEMENT

રોકાણકાર કરોડપતિ બની ગયો

11 ડિસેમ્બર, 2020 ના રોજ, આ સ્ટોક પ્રતિ શેર 1 રૂપિયા હતો. કોવિડ પછી, તેના શેર્સમાં અદભૂત વધારો જોવા મળ્યો. છેલ્લા ચાર વર્ષમાં આ શેરે 64,120 ટકાનું વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈએ આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 6.41 કરોડ થઈ ગયા હોત. ગુરુવારે તેનો શેર રૂ. 655 પર બંધ થયો હતો.

આ પણ વાંચો: વકીલ પાસે છૂટાછેડા માટે ગયેલી મહિલા પર વકીલે બળાત્કાર કર્યો અને પછી...

એક વર્ષમાં 19 ગણી વધુ રકમ

13 માર્ચ, 2023 ના રોજ, આ સ્ટોક 33 રૂપિયા પ્રતિ શેર પર હતો, પરંતુ આજે તે 19 ગણો વધીને 655 રૂપિયા થઈ ગયો છે. આ શેરે એક વર્ષમાં 1,838 ટકાનું વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, 50 હજાર રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકારને 9 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હશે.
 
(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા માર્કેટ નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT