ટાટાના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના દિવસે જ રોકાણકારો થયા રાજીના રેડ; 140% નફો
Tata Technologies IPO: ટાટા ગ્રુપના મોસ્ટ અવેઈટેડ ટાટા ટેક્નોલોજીનો IPO આજે ગુરુવાર 30 નવેમ્બર, BSE અને NSE પર લિસ્ટ થઈ ગયો છે. કંપનીના શેરનું શાનદાર…
ADVERTISEMENT
Tata Technologies IPO: ટાટા ગ્રુપના મોસ્ટ અવેઈટેડ ટાટા ટેક્નોલોજીનો IPO આજે ગુરુવાર 30 નવેમ્બર, BSE અને NSE પર લિસ્ટ થઈ ગયો છે. કંપનીના શેરનું શાનદાર લિસ્ટિંગ થયું છે. BSE પર ટાટા ગ્રુપનો આ શેર 140%ના પ્રીમિયમની સાથે રૂ.1199.95 પર લિસ્ટ થયો. જ્યારે કંપનીના શેર NSE પર 140%ના પ્રીમિયમ સાથે રૂ. 1,200 પર લિસ્ટ થયા.
રોકાણકારોને તગડો નફો થયો
લિસ્ટિંગના થોડા સમય બાદ BSE પર આ શેર તેની ઈશ્યૂ પ્રાઈસથી લગભગ 180% વધીને રૂ.1398 પર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે ટાટા ટેક્નોલોજી IPOની પ્રાઈસ બેન્ડ 475-500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તે હિસાબથી લિસ્ટિંગના પહેલા જ દિવસે રોકાણકારોએ તગડો નફો થયો છે. તમને જણાવી દઈએ કે 18 વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. અગાઉ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેરનું લિસ્ટિંગ થયું હતું.
22 નવેમ્બરે ખુલ્યો હતો IPO
તમને જણાવી દઈએ કે ટાટા ટેક્નોલોજી (Tata Technologies)ના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. IPOને ત્રીજા દિવસે જ 69.4 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો. તેને રેકોર્ડ 73.6 લાખ એપ્લીકેશન મળી હતી. તમને જણાવી દઈએ કે IPO 22 નવેમ્બરે ખુલ્યો હતો અને 24 નવેમ્બરે બંધ થયો હતો. કંપનીએ રૂ.3042 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ લૉન્ચ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT