Stock Market: સતત ચોથા દિવસે શેરબજાર ધડામ, છતાં રોકાણકારોએ ₹3.32 લાખ કરોડ કમાયા

Gujarat Tak

ADVERTISEMENT

Stock Market
Stock Market
social share
google news

Share Market Today: બજેટમાં LTCG, STCG, STT જેવા ટેક્સ રેટ રજૂ થયા બાદ આજે પણ શેરબજારમાં તેના પડઘમ જોવા મળ્યા અને સેન્સેક્સ આજે 769.07 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 280.16 પોઈન્ટ ઘટી, જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટી 24413.50 પર બંધ થયો હતો. વાસ્તવમાં કેપિટલ ગેઈન ટેક્સ વધારવાના નિર્ણયને કારણે બજારનો મૂડ બગડ્યો છે, બજેટના દિવસે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, માર્કેટ બ્રેડ્થ પોઝિટીવરિકવરી જોવા જોવા મળ્યો હતો.

ઓઈલ-ગેસથી લઈને એનર્જી ક્ષેત્રના શેરમાં તેજી 

બજેટ જાહેર થયા ત્યારથી શેરબજાર લાલ અંક સાથે ટ્રેડ થઈ રહ્યું છે. એવામાં આજે એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ઉપરાંત ટેલિકોમ શેર્સમાં મંદી વચ્ચે પણ તેજીનો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું હતું. સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી ઈન્ડેક્સ 1.60 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 1.24 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.07 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.69 ટકા, પાવર 1.24 ટકા ઉછળ્યા છે. તો બૅન્કિંગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો HDFC બેન્ક, AXIS બેન્ક અને Kotak મહિન્દ્રા બેન્ક સહિત બેન્કિંગ-ફાઈનાન્સિયલ શેર્સમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું છે. 

નેગેટિવ ટ્રેડિંગ વચ્ચે પણ રોકાણકારો પૈસા કમાયા

શેબજારની ભારે વોલેટિલિટી વચ્ચે પણ  માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. BSE ઈન્ડેક્ષમાં 4007 શેર્સમાંથી 2810 ગ્રીન સિગ્નલમાં અને 1088 શેર્સ રેડ સિગ્નલમાં બંધ રહ્યા હતાં. જ્યારે NSE ઈન્ડેક્ષમાં 2770 શેર્સમાંથી 1992 શેર્સ લીલા અને 700 શેર્સ લાલ અંક સાથે બંધ રહ્યા હતા. શેરબજાર કોન્સોલિડેશન તબક્કામાં ટ્રેડ થઈ રહ્યું છે.  એવામાં શેરબજારમાં નેગેટિવ ટ્રેડિંગ વચ્ચે પણ સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે રોકાણકારોએ રૂ. 3.35 લાખ કરોડની મૂડી વધારી છે. આજે 430 શેર્સમાં અપર સર્કિટ અને 229 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT