Stock Market: પહેલા રેકોર્ડ સર્જ્યો, હવે તૂટ્યું શેરબજાર, એક જ દિવસમાં રોકાણકારોના ₹2.50 લાખ કરોડ ધોવાયા

ADVERTISEMENT

રોકાણકારોને મોટું નુકશાન
Stock Market Update
social share
google news

Stock Market Update: શેરબજારમાં રોકાણકારો માટે આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ 793.25 પોઈન્ટ ગગડીને 74244.90ની સપાટીએ બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 234.40 પોઈન્ટ ઘટીને 22519.40ની સપાટીએ બંધ થયો હતો. 

Rupala Controversy: ક્ષત્રિય સમાજમાં ફાટા? કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને આપી માફી

 
રોકાણકારોને મોટું નુકશાન

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. તેના કારણે શેરબજારના રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા હતા. BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના ટ્રેડિંગ દિવસમાં આશરે ₹402.2 લાખ કરોડથી ઘટીને લગભગ ₹399.7 લાખ કરોડ થઈ હતી, જેણે એક જ ટ્રેડિંગ દિવસમાં લગભગ ₹2.5 લાખ કરોડ રોકાણકારોના ધોવાયા છે. 

કયા શેરમાં ઘટાડો જોવા મળ્યો?

સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં સન ફાર્મા, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને નેસ્લેના શેરો વધારા સાથે બંધ થયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT