Stock Market: Iran-Israel તણાવ, રોકાણકારોમાં ફફડાટ એવી સ્થિતિમાં શેરબજારમાં આવતીકાલે શું થશે?

ADVERTISEMENT

Stock Market
યુદ્ધના કારણે બજાર ગગડ્યું
social share
google news

Stock Market Updates: છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અને ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ભયનો માહોલ છે. શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડા વચ્ચે રોકાણકારોએ જંગી નફો વસૂલ કર્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ઈરાન અને ઈઝરાયેલ (Iran-Israel) વચ્ચે ચાલી રહેલ તણાવ છે. આ પહેલા ઈઝરાયેલે ઈરાન (Iran-Israel War) પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને હુમલો કર્યો છે.

ભારતીય શેબજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે!

હવે જો ઈઝરાયેલ હુમલો કરશે તો વૈશ્વિક તણાવ વધશે. તેલથી લઈને ખાદ્ય ઉત્પાદનો સુધીની ઘણી વસ્તુઓની આયાત અને નિકાસ પર ઊંડી અસર પડશે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો ખાદ્યપદાર્થોની મોંઘવારી પણ વધશે. એટલું જ નહીં, ઈઝરાયેલની જવાબી કાર્યવાહી બાદ યુદ્ધની સ્થિતિ વધુ વધશે, જેના કારણે વૈશ્વિક અને ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે.

ઈરાનના હુમલા પર ઈઝરાયેલે શું કહ્યું?

ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે કહ્યું કે, તે આ હુમલાનો યોગ્ય સમયે અને યોગ્ય જવાબ આપશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પાંચ સભ્યોની યુદ્ધ કેબિનેટની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં જવાબી કાર્યવાહી કરવાની વાત થઈ હતી, પરંતુ યોગ્ય સમયની રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT

રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતી

 યુદ્ધના કારણે બજાર ગગડ્યું

ઈરાન-ઈઝરાયેલ તણાવ (Iran-Israel Tension) પહેલા ભારતીય શેરબજાર દરરોજ ઊંચા સ્તરે પહોંચી રહ્યું હતું. પરંતુ ટેન્શન બાદ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સેન્સેક્સ 75,124.28 ના સ્તરથી 2 હજારથી વધુ પોઈન્ટ ઘટીને 72,943.68 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટી 10 એપ્રિલના 22,775.70ના ઉચ્ચ સ્તરથી ઘટીને 22,147.90ના સ્તરે આવી ગયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો આ રીતે હુમલો ચાલુ રહેશે તો શેરબજારમાં વધુ ઘટાડો થઈ શકે છે.

વૈશ્વિક બજાર તણાવમાં

યુદ્ધ વધવાના ડરને કારણે ગુરુવારે બજાર ખુલશે ત્યારે વૈશ્વિક બજાર સહિત ભારતીય બજાર ઘટી શકે છે. તે જ સમયે, છેલ્લા ચાર દિવસમાં વૈશ્વિક બજારમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારો સતત તેમના શેર વેચી રહ્યા છે. તે જ સમયે, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં ભારે નફો કર્યો છે.

ADVERTISEMENT

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT