PM સૂર્યઘર મફત વીજળી યોજનાને મળી મંજૂરી, દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી અને 30 હજાર સુધીની કમાણી

ADVERTISEMENT

રૂફટોપ સોલાર યોજનામાં કોણ અરજી કરી શકે છે?
solar rooftop scheme
social share
google news

solar rooftop scheme: કેન્દ્ર સરકારે રૂફટોપ સોલાર યોજના માટે 75 હજાર કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ યોજના દ્વારા દેશના એક કરોડ પરિવારોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપી. 

2 કિલોવોટ સિસ્ટમ હેઠળ 60 હજાર રૂપિયાની સબસિડી

તેમણે કહ્યું, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે અને 30 હજાર રૂપિયાની વાર્ષિક આવક મળશે.  આ યોજના હેઠળ દરેક પરિવારને એક કિલોવોટ સિસ્ટમ દીઠ 30 હજાર રૂપિયાની સબસિડી મળશે. આ સિવાય 2 કિલોવોટ સિસ્ટમ હેઠળ 60 હજાર રૂપિયાની સબસિડી મળશે.

રૂફટોપ સોલાર યોજનામાં કોણ અરજી કરી શકે છે?

આ યોજના હેઠળ, કોઈપણ કુટુંબ રાષ્ટ્રીય પોર્ટલની મુલાકાત લઈને સબસિડી માટે અરજી કરી શકે છે અને રૂફટોપ સોલાર યોજના માટે કોઈપણ વિક્રેતા પસંદ કરી શકે છે. આ સિવાય તેઓ ઓછા વ્યાજે લોન પણ મેળવી શકે છે. સરકારે આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડલ સોલાર સ્કીમ બનાવવાનું પણ નક્કી કર્યું છે. આ ગામોને રોલ મોડલ તરીકે તૈયાર કરવામાં આવશે જેથી ગ્રામીણ વિસ્તારના લોકો તેના વિશે જાગૃત થઈ શકે. આ યોજનાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી હતી.

ADVERTISEMENT

પાંચ પોઇન્ટમાં યોજનની વિશેષતા 

  1. આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. આનાથી વીજ બિલની બચત થશે અને મહિને હજારો રૂપિયાની બચત થશે.
  2. લોકો સોલાર પ્લાન્ટમાંથી બચેલી વધારાની વીજળી પાવર કંપનીઓને વેચી શકશે અને પૈસા કમાઈ શકશે.
  3. રહેણાંક વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ લગાવીને 30 ગીગાવોટ વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવશે.
  4. આનાથી આગામી 25 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં 720 મિલિયન ટનનો ઘટાડો થશે.
  5. આ યોજના ઉત્પાદન, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, વેચાણ અને અન્ય સેવાઓમાં 17 લાખ નોકરીઓ પ્રદાન કરશે.
     

    follow whatsapp

    ADVERTISEMENT