16 રૂપિયાના શેરને ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, 1 વર્ષમાં 120%નો થયો વધારો

Gujarat Tak

ADVERTISEMENT

Multibagger Stock
શેર બજાર
social share
google news

Multibagger Stock:  બુધવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં BSE પર વોડાફોન આઈડિયા (VI)ના  શેર 3 ટકાના વધારા (16.70 રૂપિયા) સાથે ત્રણ મહિનાના હાઈ લેવલે પહોંચ્યા છે. શેર 27 ફેબ્રુઆરી, 2024 બાદથી સર્વોચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. 1 જાન્યુઆરી, 2024ના રોજ તેણે 52 સપ્તાહની ઊંચી સપાટી 18.42 રૂપિયા નોંધાવી હતી. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં વોડાફોન આઈડિયાના શેરની કિંમતમાં 26 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 120 ટકાનો વધારો થયો છે. 

શું છે વિગતો?

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરનો શેર છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં 6 ટકા વધ્યો છે. વાસ્તવમાં, કંપનીએ કહ્યું છે કે તેની બોર્ડ મીટિંગ ગુરુવાર 13 જૂન, 2024ના રોજ યોજાવા જઈ રહી છે. સાથે જ કંપનીને તેની કમાણીમાં સુધારો થવાની અપેક્ષા છે. હાલની તેજીની સાથે વર્તમાનમાં વોડાફોન આઈડિયોનો શેર તેની ફોલો-ઓન-પબ્લિક ઓફર (FPO) પ્રાઈસ 11 રૂપિયા પ્રતિ શેર કરતા 51 ટકા વધુ ટ્રેડ કરી રહ્યો છે. કંપનીએ તેના FPO દ્વારા રૂ. 18,000 કરોડ એકત્ર કર્યા હતા. તેણે પ્રમોટર ગ્રુપ કંપનીને શેર દીઠ રૂ. 14.87ના ભાવે 1395.4 મિલિયન ઈક્વિટી શેર જાહેર કરીને રૂ. 2,075 કરોડ એકત્ર કર્યા હતા.

શું કહે છે વિશ્લેષકો?

વિશ્લેષકોનું માનવું છે કે, ભારતીય ટેલિકોમ સેક્ટર FY25 અને FY26માં ટેરિફમાં વધારો કરે તેવી શક્યતા છે. આનાથી વોડાફોન આઈડિયા સહિત તમામ કંપનીઓને યુઝર્સ દીઠ સરેરાશ આવક (ARPU)માં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. તાજેતરની નોંધમાં નોમુરાના વિશ્લેષકોએ વોડાફોન આઈડિયાના શેરે 'ન્યુટ્રલ'માં અપગ્રેડ કર્યો અને કહ્યું કે વોડાફોન આઈડિયાને ઘણું આગળ વધવાની જરૂર છે, પરંતુ તોફાન મોટાભાગે પસાર થઈ ગયું છે અને કંપની આગળ સાફ આકાશનો સામનો કરવા માટે કમર કસી રહી છે. તાજેતરની એક નોટમાં, નોમુરાના વિશ્લેષકોએ વોડાફોન આઈડિયાના શેરને 'રિડ્યુસ'માંથી 'ન્યુટ્રલ'માં અપગ્રેડ કર્યા છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT