Airtel ના મોંઘા રિચાર્જ પર શું તમારે જોઈએ છે 25 ટકાની છૂટ? તો જલ્દીથી જાણી લો આ ટ્રિક

Gujarat Tak

ADVERTISEMENT

Airtel recharger plan
Airtel recharger plan
social share
google news

Airtel recharger plan: હવે તો મોબાઈલ રિચાર્જના નામ નથી લેવાય તેમ પહેલા jio ના પ્લાનમાં વધારો થયો અને ત્યાર બાદ એરટેલ પણ નવા પ્લાન રજૂ કર્યા હતા. મોબાઈલ રિચાર્જમાં કંપનીઓએ 3 જુલાઈથી વધારો ઝીંકયો હતો. હવે એરટેલ યુઝર્સે રિચાર્જ કરાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે. નવા દર લાગુ થયા બાદ કિંમતમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જો તમે પણ એરટેલના ગ્રાહક છો, તો અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે એરટેલ રિચાર્જ પર દર મહિને 25 ટકા પૈસા બચાવી શકો છો.

   
શું તમને આ કેશબેક વિશે ખબર છે?

Airtel Thanks App દ્વારા, જે ડિજિટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે, ગ્રાહકો એરટેલ રિચાર્જ પર 25 ટકા સુધીનું કેશબેક મેળવી શકે છે, પરંતુ આ કેશબેક મેળવવા માટે, ગ્રાહકોએ એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા રિચાર્જ માટે ચૂકવણી કરવી પડશે.

Jay Shah એ ફરી મોટી ભવિષ્યવાણી કરી, કહ્યું- રોહિત શર્માની કેપ્ટનશિપમાં અમે...

Airtel Axis Bank Credit Card ના ફીચર્સ

  • એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ જારી કર્યાના 30 દિવસની અંદર કાર્ડ એક્ટિવેશન પર ગ્રાહકોને રૂ. 500નું એમેઝોન વાઉચર આપવામાં આવશે.
  • એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા એરટેલ થેંક્સ એપ પર એરટેલ મોબાઇલ/ડીટીએચ રિચાર્જ, બ્રોડબેન્ડ અને વાઇ-ફાઇ પેમેન્ટ પર 25 ટકા કેશબેક ઉપલબ્ધ થશે. (મહિને મહત્તમ રૂ. 250 કેશબેક)
  • આ કાર્ડ દ્વારા ગ્રાહકોને એરટેલ થેંક્સ એપ દ્વારા વીજળી, ગેસ અથવા પાણીના બિલની ચુકવણી પર 10 ટકા કેશબેક મળશે. (મહિને મહત્તમ રૂ. 250 કેશબેક)
  • આ કાર્ડ દ્વારા ગ્રાહકો Swiggy, Zomato અને Bigbasket પર ખર્ચ કરવા પર 10 ટકા કેશબેક મેળવી શકે છે. (મહિને મહત્તમ રૂ. 500 કેશબેક)
  • ક્રેડિટ કાર્ડ ધારકોને અન્ય તમામ ખર્ચ પર 1 ટકા કેશબેક મળશે.
  • કાર્ડ ધારકને વર્ષમાં 4 વખત મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ મળે છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT