Multibagger Stock: 7 રૂપિયાનો આ શેર 1637.90 નો થયો, લાખ લગાવ્યા હવે મળી રહ્યા છે 2.5 કરોડ
આ શેર તમને કરાવી શકે છે છપ્પરફાળ કમાણી!
ADVERTISEMENT
KPI Green Energy Stock: આજે વાત કરવા જય રહ્યા છીએ એક એવા શેર વિશે જેણે છેલ્લા 4 વર્ષમાં 22000 ટકાથી વધુની કિંમત મેળવી છે. જી હા...આ શેર 7 રૂપિયાથી વધી 1600 રૂપિયાને પાર પહોંચ્યા છે. તો ચાલો જાણીએ આ મલ્ટીબેગર શેર વિશે જે તમને કરવી શકે છે છપ્પરફાળ કમાણી.
આ શેર તમને કરાવી શકે છે છપ્પરફાળ કમાણી!
કેપીઆઈ ગ્રીન એનર્જીના (KPI Green Energy) શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એનર્જી કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 1637.90 રૂપિયા પર પહોંચી ગયા છે. 52 સપ્તાહના નવા હાઈ પર પહોંચી ગયા છે. 7 રૂપિયાનો આ શેર હાલ 1600 ની સપાટી પણ કૂદી ગયો છે. છેલ્લા સવા વર્ષમાં કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોકે ઈન્વેસ્ટરોને 2 વાર બોનસ શેર આપ્યા છે.
છેલ્લા ચાર વર્ષમાં શેરની કિંમતમાં આવી જંગી તેજી
કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર 9 એપ્રિલ 2020ના 7.33 રૂપિયા પર જોવા મળી રહ્યા હતા. જે હાલ 21 ફેબ્રુઆરી 2024ના 1637.90 રૂપિયા પર પહોંચી ગયા છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં 22245 ટકાની તેજી આવી છે.
ADVERTISEMENT
નોંધ- આ લેખ આપની સામાન્ય જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે. અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપી રહ્યા નથી. ક્યાંય રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.
ADVERTISEMENT