Personal Loan: પૈસાની જરૂર છે? જાણો કઈ બેંક આપે છે સૌથી ઓછા વ્યાજે પર્સનલ લોન

ADVERTISEMENT

ઓછા વ્યાજે પર્સનલ લોન
Personal Loan Interest Rate
social share
google news

Personal Loan Interest Rate : પર્સનલ લોન એ સૌથી વધુ વ્યાજ દર સાથેની લોન હોય છે. તેના રીપેમેન્ટમાં તમારે ઘણું વધારે વ્યાજ ચૂકવવું પડે છે. તેથી જ્યારે બીજો કોઈ સરળ વિકલ્પ બચ્યો ન હોય, તો જ તમારે પર્સનલ લોનની તરફ જવું જોઈએ. અલગ-અલગ બેંક પર્સનલ લોન પર અલગ-અલગ વ્યાજ દર અને બીજી ઓફર્સ લઈને આવે છે. તેથી આ લોન લેતા પહેલા તમામ બેંકોની ઓફર્સ વિશે એકવાર જરૂર જાણી લેવું જોઈએ. 

પર્સનલ લોનનો રેટ ગ્રાહકના ક્રેડિટ સ્કોર અને તેમના ઈનકમ સોર્સ પર પણ નિર્ભર કરે છે. જો ગ્રાહક સરકારી કર્મચારી છે અથવા તો કોઈ સારી કંપનીમાં નોકરી કરે છે અને તેમનો ક્રેડિટ સ્કોર સારો છે, તો તેમને ઓછા વ્યાજે પર્સનલ લોન મળી શકે છે. ચાલો જાણી મોટી બેંકો પર્સનલ લોન પર કયા વ્યાજ દરો આપી રહી છે.


HDFC બેંક

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC બેંક સૌથી સૌથી ઓછા વ્યાજદરે પર્સનલ લોન ઓફર કરતી બેંકોમાંથી એક છે. તેની પર્સનલ લોન પર વ્યાજ દર 10.50 ટકાથી શરૂ થાય છે. પ્રોસેસિંગ ફી 4,999 રૂપિયા સુધી છે.

ADVERTISEMENT

ટાટા કેપિટલ

NBFC કંપની ટાટા કેપિટલ પર્સનલ લોન પર 10.99 ટકાના પ્રારંભિક વ્યાજ દર ઓફર કરી રહી છે. પ્રોસેસિંગ ફી 5.5 ટકા સુધી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIની પર્સનલ લોન પર વ્યાજ દર 11.15થી 15.30 ટકાની વચ્ચે છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 1.50 ટકા છે.

ADVERTISEMENT

ICICI બેંક

ICICI બેંક પર્સનલ લોન પર વ્યાજ દર 10.80 ટકાથી શરૂ થાય છે. પ્રોસેસિંગ ફી 2 ટકા સુધી છે.

ADVERTISEMENT

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડાની પર્સનલ લોન પર વ્યાજ દર 11.05થી 18.75 ટકાની વચ્ચે છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 2 ટકા સુધી છે.

એક્સિસ બેંક

એક્સિસ બેંક પર્સનલ લોન પર 10.49 ટકાથી શરૂઆતી વ્યાજ દર ઓફર કરી રહી છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 2 ટકા છે.

કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક પર્સનલ લોન પર 10.99 ટકા વ્યાજદર ઓફર કરી રહી છે. પ્રોસેસિંગ ફી 3 ટકા સુધી છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT