Stock Market Update: રોકાણકારોને બખ્ખાં! અંબાણીની આ કંપનીના શેર એક મહિનામાં 240થી 347 રૂપિયા થયા

ADVERTISEMENT

માત્ર એક જ મહિનામાં થયો આટલો વધારો
Jio Financial Services Ltd stock
social share
google news

Jio Financial Services Ltd stock: એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) કંપની Jio Financial Services Ltdએ શુક્રવારે ગજબ કરી બતાવ્યું. આજે ટ્રેડિંગ દરમિયાન Jioના શેરમાં 14 ટકાનો વધારો થયો હતો. જોકે ટ્રેડિંગના અંતે તે 10.62 ટકા વધીને રૂ.335 પર બંધ થયો હતો.

માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 2.12 લાખ કરોડ

આ વધારા સાથે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 2.12 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. પ્રથમ વખત કંપનીનું માર્કેટ કેપ રૂ. 2 લાખ કરોડને વટાવી ગયું છે.

માત્ર એક જ મહિનામાં થયો આટલો વધારો

રોકાણકારો Jioના શેરમાં મજબૂત વધારાથી ખુશ છે. છેલ્લા એક મહિનામાં Jio Financialના શેરમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં Jioના શેર 240 રૂપિયાથી 340 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આટલું જ નહીં તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પણ 23 ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા.

ADVERTISEMENT

શેર માટે કેવો રહ્યો ટ્રેડિંગ સેશન

શુક્રવારે, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર રૂ. 305.80 પર ખૂલ્યા હતા, અને ટ્રેડિંગ દરમિયાન રૂ. 347ની ઊંચી સપાટી બનાવી હતી. જોકે કારોબારના અંતે તે રૂ.335 પર બંધ રહ્યો હતો. શુક્રવારે સતત પાંચમો દિવસ છે જ્યારે Jioના શેર લીલા રંગમાં બંધ થયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT