Jio નો વધુ એક ઝટકો, બે સસ્તા પ્લાન બંધ કરી દીધા, હવે Unlimited 5G ઈન્ટરનેટ પણ નહીં મળે?

ADVERTISEMENT

Jio
ફાઈલ તસવીર
social share
google news

Jio Removes Value Pack: Jio એ રિચાર્જ પ્લાનની કિંમતો વધારવાની સાથે કેટલાક સસ્તા પ્લાન પણ બંધ કર્યા છે. કંપનીએ એવા બે પ્લાન તેના પોર્ટફોલિયોમાંથી કાઢ્યા છે, જે ઓછી કિંમતે લાંબી વેલિડિટી ઓફર કરે છે. આ બે પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, અનલિમિટેડ 5G ડેટા અને બીજા કેટલાક લાભો સાથે આવે છે.

Jio એ તેના તમામ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જો કે,ગ્રાહકો પાસે 3 જુલાઈ સુધી જુની કિંમતે તેમના કનેક્શનને રિચાર્જ કરવાનો વિકલ્પ છે. પણ Jioએ તેના રિચાર્જ પોર્ટફોલિયોમાંથી બે પ્લાન્સ કાઢી નાખ્યા છે. આ બંને પ્લાન્સ વૈલ્યૂ ફોર મની રિચાર્જ હતા. જો કંપનીએ આ બંને પ્લાન્સના રિચાર્જનો વિકલ્પ ચાલુ રાખ્યો હોત, તો તેને ભવિષ્યમાં ખૂબ નુકસાન થયું હોત. આ જોઈ કંપનીએ આ બંને પ્લાન્સને અત્યાર પૂરતા હટાવી દીધા છે.

બે સસ્તા પ્લાન હટાવ્યા

જો કે,બ્રાન્ડ આ રિચાર્જ પ્લાનને ભવિષ્યમાં એમના પોર્ટફોલિયોમાં રિવાઈસ પ્રાઈસ સાથે પાછા ઉમેરશે. કંપનીએ આ રિચાર્જની વધેલી કિંમત પણ શેયર કરી છે. અમે વાત કરીએ છીએ Jioના 395 રુપિયા અને 1559 રુપિયા વાળા પ્લાનની, જે વૈલ્યૂ પ્લાન્સની લિસ્ટમાં શામિલ હતા.

ADVERTISEMENT

આ બંને જ રિચાર્જ Unlimited 5G ડેટા સાથે આવે છે. ઓછી કિંમતમાં લાંબી વૈલિડિટી માટે ગ્રાહકો આ પ્લાનને ખૂબ પસંદ કરતા હતા. જ્યા 395 રુપિયાના પ્લાનમાં ગ્રાહકને 84 દિવસની વૈલિડિટી મળતી હતી, તો 1559 રુપિયાના પ્લાનમાં 366 દિવસની વૈલિડિટી મળતી હતી.

ADVERTISEMENT

હવે કેટલામાં આવશે પ્લાન?

Jio એ આ બંને પ્લાનને તેની અનલિમિટેડ 5G લિસ્ટ તેમજ તેના રિચાર્જ પોર્ટફોલિયોમાંથી હટાવી નાખ્યા છે. નવી લિસ્ટમાં,આ પ્લાન્સ વધેલી કિંમત સાથે આવશે. કંપનીએ 1559 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 1899 રૂપિયા કરી દીધી છે. આ પ્લાન અત્યારે પણ 24GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 3600 SMSના સાથે 366 દિવસોની વૈલિડિટી માટે આવશે. 395 રુપિયા વાળા પ્લાનની વાત કરીએ , તો 3 જુલાઈથી આ પ્લાન 479 રુપિયામાં મળશે. આમા 84 દિવસોની વૈલિડિટિમાટે 6GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ્સ મળશે.

ADVERTISEMENT

નહીં મળે Unlimited 5G ડેટા

તમને જણાવી દઈએ કે કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. હવે Jioના પ્રીપેડ પ્લાન 155 રૂપિયાના બદલે 189 રૂપિયાથી શરૂ થશે. ઉપરાંત કંપનીનો પોસ્ટપેડ પ્લાન 299 રૂપિયાની જગ્યાએ 349 રૂપિયાની કિંમતે મળશે. ધ્યાન રહે કે કંપની હવે Unlimited 5Gની સુવિધા પણ ફક્ત રોજ 2GB અને એના ઉપરના ડેટા વાળા પ્લાન્સમાં આપશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT