થઈ ગયો ફ્રીમાં Netflix જોવાનો જુગાડ! Jioએ ફરી આપી મોટી ભેટ; ફટાફટ ચેક કરો
Jio Netflix Recharge Plan: ભારતની દિગ્ગજ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ તેના રિચાર્જ કેટલોકમાં બે નવા પ્રીપેડ પ્લાન એડ કર્યા છે, જે Netflix સબ્સ્ક્રિપ્શનને બંડલ કરે છે.
ADVERTISEMENT
Jio Netflix Recharge Plan: ભારતની દિગ્ગજ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ તેના રિચાર્જ કેટલોકમાં બે નવા પ્રીપેડ પ્લાન એડ કર્યા છે, જે Netflix સબ્સ્ક્રિપ્શનને બંડલ કરે છે. એટલું જ નહીં સૌથી મોંઘો પ્લાન દરરોજ 3GB ડેટા ઓફર કરે છે અને બંને પ્લાન અનલિમિટેડ ટ્રુ 5G ડેટા બેનિફિટની સાથે આવે છે. જો તમે એક Jio યુઝર છો અને તમારા મોબાઈલ નંબરને રિચાર્જ કરાવવા જઈ રહ્યા છો, તો Netflix સાથેનો આ પ્લાન તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે, ચાલો આ બંને પ્લાન વિશે વિગતવાર જાણીએ...
Jioનો 1,299 રૂપિયાનો પ્લાન
1,299 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 2GB ડેટા અને 84 દિવસ માટે દરરોજ 100 SMS સાથે આવે છે. ઑફર વિશે વાત કરીએ તો આમાં તમને Netflix (મોબાઇલ), JioTV, JioCinema અને JioCloudનું સબસ્ક્રિપ્શન બંડલ મળે છે.
પોસ્ટપેડ કરતા પણ સારો?
એલિજિબલ કસ્ટમર્સ માટે પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળી રહ્યો છે. જોકે, તમને જણાવી દઈએ કે JioCinemaનું પ્રીમિયમ એક્સેસ તેમાં નહીં મળે. જો જોવા જઈએ તો આ રિચાર્જમાં તમને દર મહિને 433 રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે. જે તેના 399 રૂપિયાવાલા પોસ્ટપેડ જેની GSTની સાથે કિંમત 470 રૂપિયા સુધી પહોંચી જાય છે, તેના કારતા ઘણો સારો છે. Netflix મોબાઈલ પ્લાનમાં તમે 480p ક્વોલિટી પર સ્ટ્રીમિંગ કરી શકો છો.
ADVERTISEMENT
Jioનો 1,799 રૂપિયાનો પ્લાન
આ પ્રીપેડ રિચાર્જ બંડલ 84 દિવસ માટે અનલમિટેડ વોઈસ કોલ, દરરોજ 3GB ડેટા અને દરરોજ 100 SMS જેવા બેનિફિટ્સ મળે છે. સબ્સ્ક્રિપ્શન વિશે વાત કરીએ તો તેમાં Netflix (બેઝિક), JioTV, Jio Cinema અને Jio Cloud સબ્સ્ક્રિપ્શન મળે છે. ડેટા માટેની ડેઈલી લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જશે.
દર મહિને કેટલો આવશે ખર્ચ?
સાથે જ આ પ્લાન એલિજિબલ યુઝર્સ માટે અનલિમિટેડ 5G ડેટા પણ ઓફર કરે છે. આ પ્લાનમાં તમને JioCinemaનો રેગ્યુલર પ્લાન પણ મળે છે, જેનો અર્થ છે કે તમે તેમાં પ્રીમિયમ કન્ટેન્ટનો આનંદ લઈ શકતા નથી. જો જોવામાં આવે તો આ પ્લાન દર મહિને 600 રૂપિયાના ખર્ચે આવી રહ્યો છે. જોકે, આમાં તમને Netflix Basic સાથે 720P વિડિયો સ્ટ્રીમિંગ વિકલ્પ મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT