ICICI Bank માં છે તમારું એકાઉન્ટ? તો થઈ જાવ સાવધાન, ખુદ બેંકે આપી ચેતવણી
ICICI Bank યુઝર્સે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. એક ભૂલના કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે. હવે તો બેંકે તેના ગ્રાહકોને કેટલીક ટિપ્સ આપી છે. આ ટિપ્સ તમને સતર્ક રહેવા માટે આપી છે
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ICICI Bank યુઝર્સે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર
ICICI Bank તરફથી એક એડવાઈઝરી જાહેર કરાઈ
ICICI Bankએ ગ્રાહકોને કેટલીક ટિપ્સ આપી
ICICI Bank યુઝર્સે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. એક ભૂલના કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે. હવે તો બેંકે તેના ગ્રાહકોને કેટલીક ટિપ્સ આપી છે. આ ટિપ્સ તમને સતર્ક રહેવા માટે આપી છે. QR કોડ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવ્યા બાદ યુઝર્સને ઘણો ફાયદો થઈ રહ્યો છે, પરંતુ આનાથી તમને નુકસાન પણ થઈ શકે છે.
શું આપી ચેતવણી?
ICICI Bank તરફથી એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે APK લિંક યુઝર્સને સેન્ડ કરવામાં આવી રહી છે. આ કારણે લોકોના સ્માર્ટફોનમાં વાયરલ આવી જાય છે. જેનો સૌથી મોટો ખતરો એ છે કે આ તમારા એકાઉન્ટમાંથી તમામ જાણકારી હાંસલ કરવાનું શરૂ કરી દે છે. તેમાં OTPથી લઈને બેંક એકાઉન્ટ સુધીની જાણકારી પણ સામેલ છે. પીડિતોને તેનાથી ઘણુ નુકસાન થઈ ચૂક્યું છે.
આ પણ વાંચોઃ 'હવે માફ કરી દો', રૂપાલાને માફ કરવા સી.આર પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડ્યા
ADVERTISEMENT
કેવી રીતે બચવું?
બેંકે કહ્યું કે, તમારે લિંકની મદદથી કોઈ એપ ડાઉનલોડ ન કરવી જોઈએ. આનાથી તમારા ફોનનો તમામ ડેટા પાસ થવા લાગે છે. તેથી તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. આ સિવાય જ્યારે પણ તમે કોઈપણ એપ ડાઉનલોડ કરો ત્યારે સૌથી પહેલા તમારે તેના રિવ્યુ જાણી લેવા જોઈએ. જો તમે આવી ભૂલ કરશો તો તેની સીધી અસર તમારા પ્રાઈટ ડેટા પર થશે.
આ પણ વાંચોઃ RTE 2024-25 હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં 2 લાખથી વધુ ફૉર્મ ભરાયા, આ તારીખે પ્રથમ રાઉન્ડ થશે જાહેર
એપ ડાઉનલોડ કરતી વખતે રાખો ખાસ ધ્યાન
આવી લિંકથી બચવા માટે સ્માર્ટફોનમાં એન્ટી વાયરસ પણ ડાઉનલોડ કરી શકો છો. જ્યારે પણ તમે કોઈ એપ ઈન્સ્ટોલ કરો તો સૌથી પહેલા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કે આ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. કારણ કે અહીંથી ડાઉનલોડ થતી દરેક એપને ખૂબ જ નજીકથી જોવામાં આવે છે. તમારે આ બાબતે પણ ખૂબ જ સાવધ રહેવું જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT