Bank Holiday In September: સપ્ટેમ્બર મહિનામાં 5 કે 6 નહીં 15 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ રજાનું આખુંય લિસ્ટ

ADVERTISEMENT

 Holiday List of September 2024
15 દિવસ બેંકોમાં રજા
social share
google news

Holiday List of September 2024: ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને ત્રણ દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2024માં પણ ઘણા મોટા ફેરફારો (Rule Change) જોવા મળશે. આ સાથે જ બેંકોમાં પણ બમ્પર રજાઓ રહેશે. જો તમારે આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ચાલો જાણીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના બેંક હોલીડે  (Bank Holiday) લિસ્ટમાં ક્યા-ક્યા દિવસે બેંકોમાં રજા રહેશે. 

રજાની સાથે થશે સપ્ટેમ્બરની શરૂઆત

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત રજાઓ સાથે થવા જઈ રહી છે. વાસ્તવમાં 1 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવાર સાપ્તાહિક રજા હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ ઉપરાંત આવતા મહિને ઘણા રાજ્યોમાં મોટા તહેવારો છે, જેના કારણે સંબંધિત રાજ્યોમાં બેંક હોલીડે (Bank Holiday) જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે ગણેશ ચતુર્થી, ઓણમ અને બારવફતનો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બરમાં ક્યારે-ક્યારે બંધ રહેશે બેંકો?

- 1 સપ્ટેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
- 4 સપ્ટેમ્બર - તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા નિમિત્તે ગુવાહાટીમાં બેંક બંધ રહેશે
- 7 સપ્ટેમ્બર - ગણેશ ચુતર્થી તહેવાર નિમિત્તે મુંબઈ, નાગપુર, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, હૈદારબાદ, પણજીમાં બેંકોમાં રજા રહેશે
- 8 સપ્ટેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
- 14 સપ્ટેમ્બર - સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે દેશભરમાં બેંક બંધ રહેશે
- 15 સપ્ટેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
- 16 સપ્ટેમ્બર - સોમવારે મિલાદ ઉન નબી / ઇદ એ મિલાદ / બારાવફાત છે. આ તારીખે અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, એઝવાલ, ચેન્નઇ, દેહરાદુન, હૈદારબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કોચી, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શ્રીનગર, તિરુવંતનપુરમ્માં બેંક હોલિડે છે.
- 17 સપ્ટેમ્બર - મંગળવારે ઈદ એ મિલાદ નિમિત્તે ગંગટોક અને રાયપુરમાં બેંક બંધ રહેશે
- 18 સપ્ટેમ્બર - બુધવારે પંગ લહબસોલ નિમિત્તે ગંગટોકમાં બેંકમાં રજા રહેશે.
- 20 સપ્ટેમ્બર - શુક્રવારે ઇદ એ મિલાદ ઉલ નબી નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
- 21 સપ્ટેમ્બર - શનિવારે નારાયણ ગુરુ સમાધી દિવસ નિમિત્તે કોચી અને તિરુવનંતરપુરમમાં બેંકમાં રજા રહેશે
- 22 સપ્ટેમ્બર - રવિવારે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
- 23 સપ્ટેમ્બર - સોમવારે મહારાજા હરિસિંહજી જન્મજયંતિ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં બેંક બંધ રહેશે
- 28 સપ્ટેમ્બર -  સપ્ટેમ્બર મહિનાના ચોથા શનિવાર નિમિત્તે બેંકમાં રજા રહેશે
- 29 સપ્ટેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે

ADVERTISEMENT


RBI વેબસાઈટ પર જુઓ લિસ્ટ 

બેંકોમાં જાહેર કરાયેલ રજાઓની યાદી આરબીઆઈની વેબસાઈટ (Bank Holiday List) પર જઈને જોઈ શકાય છે. સપ્ટેમ્બર મહિનાની આ 15 બેંકિંગ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે, કારણ કે આ રજાઓની સૂચિ વિવિધ રાજ્યોમાં થતી ઘટનાઓ અથવા તહેવારોના આધારે તૈયાર કરવામાં આવે છે.

ઓનલાઈન કરી શકાય છે બેંકિંગ કામ 

બેંકિંગ રજા (Bank Holiday)ઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઘટનાઓ પર પણ નિર્ભર કરે છે. તેનો અર્થ એ કે તેઓ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોય છે. જોકે, બેંકની બ્રાન્ચ બંધ હોવા છતાં તમે તમારા ઘરેથી બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. આ સુવિધા હંમેશા 24x7 કાર્યરત રહે છે. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જેવા કામો સરળતાથી પૂર્ણ કરી શકો છો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT