Google સર્ચ માટે પૈસા આપવા પડશે? કંપની કરી રહી છે મોટી તૈયારી, જલ્દી જોવા મળશે આ ફેરફાર
Google Search: Google મોટી તૈયારીઓમાં લાગ્યુ છે. અત્યાર સુધી કંપનીએ સર્ચ સર્વિસ ફ્રી રાખી છે, જ્યાંથી તેની આવકનો મોટો હિસ્સો આવે છે. જો કે હવે કંપની પોતાની પોલિસીમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.
ADVERTISEMENT
Google Search: Google મોટી તૈયારીઓમાં લાગ્યુ છે. અત્યાર સુધી કંપનીએ સર્ચ સર્વિસ ફ્રી રાખી છે, જ્યાંથી તેની આવકનો મોટો હિસ્સો આવે છે. જો કે હવે કંપની પોતાની પોલિસીમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. કંપની 'પ્રીમિયમ' ફીચર્સ માટે ચાર્જ લેવાનું વિચારી રહી છે. આ 'પ્રીમિયમ' ફીચર્સ જનરેટિવ AIના પરિણામો સિવાય બીજું કંઈ નહીં હોય.
થોડા સમય પહેલા, કંપનીએ પ્રાયોગિક ધોરણે જનરેટિવ AIનું સ્નેપશોટ ફીચર ગૂગલ સર્ચ સાથે લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી AI યુઝર્સને સર્ચ રિઝલ્ટની ઉપર સર્ચ કરેલા ટોપિક વિશે જણાવે છે.
AI સર્ચ કરેલા ટોપિકની એક સમરી યુઝર્સને બતાવે છે. જોકે, હવે કંપની આમાં ફેરફાર ઈચ્છે છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. જો ગૂગલ આવું કંઈક કરે છે, તો તે પ્રથમ વખત હશે જ્યારે કંપની તેના સર્ચ એન્જિન પર પેમેન્ટ અથવા ચાર્જ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: RBI Repo Rate: સસ્તી હોમ લોનની આશાઓ પર પાણી ફર્યું, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
ChatGPT એ બગાડ્યો ખેલ?
કંપની ગૂગલ સર્ચથી ઘણી કમાણી કરે છે, પરંતુ ChatGPT આવ્યા બાદ કંપનીને તેના બિઝનેસ પર ખતરો ઉભો થયો છે. આ પ્લેટફોર્મ લોન્ચ થયાને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે અને હવે કંપની તેના બિઝનેસ મોડલમાં મોટા ફેરફારની વિચારણા કરી રહી છે. આ દર્શાવે છે કે કંપની AIને લઈને કઈ દિશામાં વિચારી રહી છે.
Google એવા વિકલ્પોની શોધ કરી રહ્યું છે કે જેના દ્વારા AI સુવિધાઓને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સ સાથે જોડી શકાય. કંપની પહેલેથી જ Gmail અને Docs સાથે Gemini AI આસિસ્ટન્ટનું ફીચર ઓફર કરી રહી છે. આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, એન્જિનિયરો આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, પરંતુ કંપનીના અધિકારીઓએ હજુ સુધી તેના પર અંતિમ નિર્ણય લીધો નથી. જોકે, કંપનીનું પરંપરાગત સર્ચ એન્જિન પહેલાની જેમ જ ફ્રી રહેશે. કંપની સબસ્ક્રાઇબર્સને જાહેરાતો બતાવવાનું પણ વિચારી રહી છે. ધ્યાન રહે કે આ પ્રથમ વખત છે જ્યારે કંપની તેની સેવાને પેઇડ બનાવવા પર વિચાર કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Amreli News : અમરેલીના રાજુલામાં જૂની અદાવતમાં યુવક પર એસિડ એટેક, પોલીસતંત્ર થયું દોડતું
સર્ચમાંથી થાય છે મોટી આવક
તમને જણાવી દઈએ કે ગૂગલે ગયા વર્ષે સર્ચ અને સર્ચ સંબંધિત જાહેરાતોની મદદથી 175 અબજ ડોલરની કમાણી કરી હતી. આ સંખ્યા કંપનીની કુલ કમાણીના અડધાથી વધુ છે. આ જ કારણ છે કે કંપની પોતાના સર્ચ દ્વારા આવતા પૈસા બચાવવા પર વિચાર કરી રહી છે. ChatGPTની શરૂઆતથી, આ પ્લેટફોર્મ Google માટે એક પડકાર બની ગયું છે.
કારણ કે ChatGPT ઘણા પ્રશ્નોના સચોટ અને ઝડપથી જવાબ આપે છે. આવી સ્થિતિમાં, લોકો ગૂગલ પર સર્ચ કરવાનું બંધ કરી શકે છે, જે કંપનીનો સૌથી મોટો ડર છે. ગૂગલે ગયા વર્ષે મેમાં AI સંચાલિત સર્ચ એન્જિન પર કામ શરૂ કર્યું હતું. જો કે, બ્રાન્ડ મુખ્ય સર્ચ એન્જિન પર આ પ્રાયોગિક સુવિધા ઉમેરવા માંગતી નથી.
Google આવા સર્ચ પરિણામો પ્રદાન કરવા માટે ઘણાં સંસાધનો ખર્ચ કરશે. પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં, જનરેટિવ AI પ્રતિસાદ માટે Google તરફથી વધુ કમ્પ્યુટર સંસાધનોની જરૂર પડશે. આ જ કારણ છે કે કંપની તેને માત્ર પસંદગીના યુઝર્સને જ ઓફર કરવા માંગે છે. કંપની તેને Google Oneના સબ્સ્ક્રાઇબર્સને ઑફર કરી શકે છે.
ADVERTISEMENT