Gold Price: સોનું પહોંચ્યું 70000ની નજીક, ભાવમાં રૂ. 5000નો ઉછાળો, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
Gold Rate Today: સોનાની બજારમાં આજે ભારે તેજી જોવા મળી છે અને રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ (Gold Price All Time High) પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે એવામાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂ. 5 હજારનો વધારો છે. આજના ભાવ પર નજર કરવામાં આવે તો સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે.
ADVERTISEMENT

સોનાના ભાવમાં આગ ઝરતી તેજી
એપ્રિલ 2024માં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એક્સપાયરી માટેના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ રૂપિયા 66,100 પ્રતિ 10 ગ્રામના ભાવે ખૂલ્યો હતો અને કોમોડિટી માર્કેટ ખુલ્યાની મિનિટોમાં જ ભાવ રૂપિયા 66,778 પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $2,200 પ્રતિ ઔંસની ઉપર છે.
સોના સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો
સોનાની સાથે જ ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર આજે ચાંદી રૂપિયા 76,492 પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. ગઇકાલની વાત કરવામાં આવે તો ચાંદીની વૈશ્વિક બજારોમાં પણ વધારો જોવા મળ્યો હતો.કોમેક્સ પર ચાંદીની વાયદા ભાવ 2.79 ટકા અથવા 0.70 ડૉલરના વધારા સાથે 25.81 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?
સોનાના ભાવમાં થયેલા જંગી વધારા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે બુધવારે યુએસ ફેડની બેઠક પૂરી થયા બાદ સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ વધી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે ભાવ હજુ પણ વધી શકે છે. mcx પર સોનાના ભાવ રૂ. 67,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2250 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
ADVERTISEMENT