લોન્ચ થયું Apple Maps, ગુગલને ટક્કર આપવા શરૂ કરી નવી સર્વિસ, જાણો તેના ફીચર્સ

Gujarat Tak

ADVERTISEMENT

Apple Maps
એપલ મેપ્સ
social share
google news

Apple Maps Launched : એપલે તેના લાખો યુઝર્સ માટે નવી સર્વિસ લોન્ચ કરી છે. એપલે લાંબી રાહ જોયા બાદ હવે નેવિગેશન એપ Apple Maps લોન્ચ કરી છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એપલે તેના નકશામાં ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે. જો તમે Safari, Chrome, Mac, Windows, Edge અને iPad નો ઉપયોગ કરો છો, તો તમે Apple ના Mapsનો ઉપયોગ કરી શકશો.

તમને જણાવી દઈએ કે, એપલે તેના મેપને લઈને સત્તાવાર માહિતી પણ શેર કરી છે. કંપનીએ પોતાના બ્લોગપોસ્ટમાં કહ્યું કે, Apple Mapsને બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. હવે બીટા યુઝર્સ તેમના લેપટોપ અને પીસી પર એપલ મેપ્સનો ઉપયોગ કરી શકશે. એપલ મેપ્સમાં યુઝર્સને ડ્રાઇવિંગ, વૉકિંગ ડિરેક્શન તેમજ લોકેશન સર્ચની સુવિધા મળશે.

મેપમાં રિવ્યૂ ફીચર મળશે

એપલે પોતાના મેપમાં એક શાનદાર રિવ્યુ ફીચર પણ આપ્યું છે. હવે એપલ મેપ્સ યુઝર્સને મેપ પર ડેસ્ટિનેશનનો રિવ્યૂ પણ મળશે જ્યાં તેઓ જવા માગે છે. કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું છે કે, Apple ટૂંક સમયમાં તેના નકશામાં 360 ડિગ્રી પેનોરેમિક વ્યૂ ફંક્શન ઉમેરવા જઈ રહ્યું છે. આની મદદથી યુઝર્સ કોઈપણ લોકેશન વિશે વિગતવાર માહિતી મેળવી શકશે.

ADVERTISEMENT

Apple Maps હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે અને કંપની તેને લોકોની જરૂરિયાત મુજબ ડેવલપ કરી રહી છે. અત્યારે તે બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં કંપની તેનું સ્ટેબલ વર્ઝન રિલીઝ કરી શકે છે. કંપની આના પર ઝડપથી કામ કરી રહી છે. એપલ તેના નકશા દ્વારા ગૂગલ મેપ્સને ટક્કર આપવાનું વિચારી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT