એક લાખના રોકાણે બનાવ્યા કરોડપતિ, ફેવિકોલ બનાવતી કંપનીના સ્ટોકે આપ્યું દમદાર વળતર

ADVERTISEMENT

stock market
stock market
social share
google news

નવી દિલ્હી: મલ્ટિબેગર સ્ટોકઃ સ્ટોક માર્કેટમાં એવા કેટલાય શેર હોય છે. જે થાડા રોકાણમાં જ મોટું વળતર આપે છે. પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. બજારના જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં આ કંપનીના શેરમાં વધારો થશે. જો કે છેલ્લા છ મહિનામાં આ સ્ટોક તૂટ્યો છે.

મલ્ટીબેગર સ્ટોક પર પૈસા લગાવવા જોખમી છે, પરંતુ જો અનુમાન સાચી પડી તો તમે પૈસાદાર બની શકો છો. મલ્ટિબેગર શેર તેમના રોકાણકારોને મજબૂત વળતર આપે છે. આવો જ એક સ્ટોક પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો છે, જેણે લાંબા ગાળામાં તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. બજારના જાણકારોનું કહેવું છે કે ફેવિકોલનું ઉત્પાદન કરતી આ દિગ્ગજ કંપનીના શેર આગામી સમયમાં વધુ ઉંચકાઈ શકે છે. તેમનું કહેવું છે કે આ સ્ટોક તેના વર્તમાન સ્તરથી 21 ટકા વધુ ચઢી શકે છે. શુક્રવારે 0.12 ટકાના ઘટાડા સાથે રૂ. 2,365.30 પર બંધ રહ્યો હતો

 છેલ્લા એક વર્ષમાં આ વલણ રહ્યું છે.
પિડિલાઇ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,20,193.44 કરોડ છે. આ કંપની એક એવો સેગમેન્ટ છે, જેમાં તેની સામે સ્પર્ધા ઓછી છે. આ કારણે તેની વૃદ્ધિ ઉંચી દેખાઈ રહી છે. છેલ્લા પાંચ દિવસમાં શેરમાં 1.17 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 3.76 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, છેલ્લા છ મહિનામાં તેમાં 15.59 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષમાં સ્ટોક 3.71 ટકા ઘટ્યો છે.

ADVERTISEMENT

એક લાખના રોકાણથી બન્યા કરોડપતિ
18 માર્ચ, 2005ના રોજ 21.79 રૂપિયાના ભાવે પિડિલાઇટના શેર મળી રહ્યા હતા. ત્યારે હવે આ સ્ટોક 2300 રૂપિયાના આંકડાને પાર કરી ગયો છે. આનો અર્થ એ થયો કે પિડિલાઇટ શેરે 18 વર્ષમાં 108 ગણું વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ માર્ચ 2005માં પિડિલાઇટ શેર્સમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તે રકમ વધીને રૂ. 1.08 કરોડ થઈ ગઈ હોત. લાંબા ગાળા સિવાય આ શેરે ટૂંકા ગાળામાં સારું વળતર આપ્યું છે. 17 જૂન, 2022ના રોજ, શેર રૂ. 1988.60ની એક વર્ષની નીચી સપાટીએ સરકી ગયો.

આ પણ વાંચો: આ તો UP પોલીસ છે ભાઈ… MPમાં ગેંગસ્ટર અતિક અહેમદની વાનનો અકસ્માત, સામે આવ્યો LIVE વીડિયો

ADVERTISEMENT

આ પછી તે માત્ર ત્રણ મહિનામાં 47 ટકા વધીને રૂ. 2916.85ની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. તે 15 સપ્ટેમ્બર 2022 ના રોજ તેમની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. પરંતુ આ પછી સ્ટોકની સ્પીડ બંધ થઈ ગઈ અને તે અત્યાર સુધીના રેકોર્ડ હાઈ પરથી 19 ટકા નીચે આવી ગયો છે. જોકે, બજારના જાણકારોનું માનવું છે કે આમાં જોરદાર રિકવરી જોવા મળી શકે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT