જિયો અને એરટેલ બાદ હવે Vodafone Idea એ પણ આપ્યો ઝટકો, રિચાર્જના પ્લાનમાં 21% સુધીનો ઝીંક્યો ભાવ વધારો
Vodafone idea Tariff Hike: એરટેલ (Airtel) અને જિયો (Jio) બાદ વોડાફોન-આઇડિયા (Vi) એ પણ તેના મોબાઈલ ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખોટમાં ચાલી રહેલી ટેલિકોમ કંપનીના નવા પ્લાન 4 જુલાઈથી લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
Vodafone idea Tariff Hike: એરટેલ (Airtel) અને જિયો (Jio) બાદ વોડાફોન-આઇડિયા (Vi) એ પણ તેના મોબાઈલ ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખોટમાં ચાલી રહેલી ટેલિકોમ કંપનીના નવા પ્લાન 4 જુલાઈથી લાગુ કરવામાં આવશે. કંપનીએ કરોડો યુઝર્સને ઝટકો આપતા પોતાના પ્લાનના દરોમાં 11થી 24 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તો અન્ય બે પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓના પ્લાન પણ 22 ટકા મોંઘા થખા છે. એરટેલ અને જિયોના નવા પ્લાન 3 જુલાઈથી લાગુ થશે.
આ પણ વાંચોઃ Jio નો વધુ એક ઝટકો, બે સસ્તા પ્લાન બંધ કરી દીધા, હવે Unlimited 5G ઈન્ટરનેટ પણ નહીં મળે?
4 જુલાઈથી મોંઘા થશે પ્લાન
PTI ના રિપોર્ટ મુજબ એરટેલ (Airtel) અને જિયો (Jio) બાદ વોડાફોન-આઇડિયા (Vi) એ પણ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે. વોડાફોન-આઇડિયાના પ્લાનમાં આ ભાવ વધારે 4 જુલાઈથી લાગુ થશે. કંપનીએ 28 દિવસના શરુઆતી પ્લાનની કિંમતમાં 11 ટકાનો વધારો કર્યો છે. કંપનીના 179 રૂપિયાના રિચાર્જ પ્લાન માટે યુઝર્સને હવે 199 રૂપિયા ખર્ચવા પડશે. તો 84 દિવસની માન્યતા અને 1.5GB ડેઈલી ડેટાવાળા કંપનીના સૌથી ફેમસ પ્લાનની કિંમત પણ 719 રૂપિયાથી વધારીને 859 રૂપિયા કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Jio બાદ Airtel એ પણ ઝીંક્યો ભાવ વધારો, નવા પ્લાનની કિંમત જાણી આંખો ફાટી જશે!
એનુઅલ પ્લાનની કિંમતમાં પણ વધારો
Vi ના વાર્ષિક પ્લાનની વાત કરીએ તો, કંપનીએ તેના વાર્ષિક અનલિમિટેડ પ્લાનની કિંમતમાં લગભગ 21 ટકાનો વધારો કર્યો છે. હવે યુઝર્સને વોડાફોન-આઇડિયાના રૂ. 2,899ના વાર્ષિક પ્લાન માટે 3,499 રૂપિયા ખર્ચવા પડશે. તો કંપનીએ 24GB ડેટા લિમિટ અને 365 દિવસની વેલિડિટીવાળા મની ફોર મની પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ માટે યુઝર્સને પહેલાની જેમ 1,799 રૂપિયા ખર્ચવા પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT