‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ ખોલશે સંસ્કૃતિ અને કલાના નવા દ્વાર, આજે ઉદ્ઘાટન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ આજે સાકાર થવા જઈ રહ્યા છે. મુંબઈમાં NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)નું ઉદ્ઘાટન આજે 31મી માર્ચે થવાનું છે. અગાઉ, નીતા અંબાણીએ ગુરુવારે રામ નવમીના અવસર પર પરંપરાગત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. NMACCનો લોકાર્પણ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.

આ સાંસ્કૃતિક કેન્દ્ર અંબાણી પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને ભારતીય કલા અને નૃત્ય પ્રત્યે ખૂબ લગાવ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે અને છ વર્ષની ઉંમરથી તેની સાથે સંકળાયેલી છે. આ લગાવને કારણે તેમણે આ સાંસ્કૃતિક કેન્દ્રનો પાયો નાખ્યો. તેમના માટે સાંસ્કૃતિક કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય કલાઓને જાળવવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. NMACC એક એવું પ્લેટફોર્મ હશે જે ભારત અને વિશ્વભરના સમુદાયોને એકસાથે લાવીને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે.

લોન્ચ પહેલા પૂજા
ANI અનુસાર, નીતા અંબાણીએ આ સાંસ્કૃતિક કેન્દ્રના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ પરંપરાગત રીતે રામ નવમીની પૂજા કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાંસ્કૃતિક કેન્દ્રમાં પ્રાર્થના કર્યા પછી નીતા અંબાણીએ કહ્યું કે આ સાંસ્કૃતિક કેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવું મારા માટે પવિત્ર યાત્રા જેવું રહ્યું છે. અમે એક એવી જગ્યા બનાવવા માંગીએ છીએ જ્યાં આપણો સાંસ્કૃતિક વારસો ખીલે. સિનેમા હોય કે સંગીત, નૃત્ય હોય કે નાટક, સાહિત્ય હોય કે લોકકથા, કલા હોય કે હસ્તકલા, વિજ્ઞાન હોય કે આધ્યાત્મિકતા.

ADVERTISEMENT

આ પહેલા તાજેતરમાં રિલીઝ થયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં નીતા અંબાણી અને ઈશા અંબાણી આ સાંસ્કૃતિક કેન્દ્રના ઉદ્ઘાટનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ વાયરલ વીડિયોમાં કલ્ચરલ સેન્ટર NMACCના થિયેટરની ઝલક પણ જોવા મળે છે.

2,000 સીટ ધરાવતું ગ્રાન્ડ થિયેટર
NMACC 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ ધરાવે છે. તેમાં એક્ઝિબિશન અને ત્રણ થિયેટર રહેશે. આ બધામાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાંનું સૌથી મોટું 2,000 સીટનું ગ્રાન્ડ થિયેટર હશે, જેમાં 8,400 સ્વારોવસ્કી સ્ફટિકો સાથે અદભૂત કમળ-થીમ આધારિત ઝુમ્મરનો સમાવેશ થશે. તેમાં નાના પ્રદર્શનો અને ઇવેન્ટ્સ માટે 250-સીટનું સ્ટુડિયો થિયેટર અને 125-સીટનું ધ ક્યુબ શામેલ હશે. 31 માર્ચ, 2023ના રોજ એટલે કે આજે NMACC ના દરવાજા ત્રણ દિવસના કાર્યક્રમ સાથે લોન્ચ થવા જી રહ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: અમદાવાદમાં દેશના 20 રાજ્યો કરતાં વધુ એક્ટિવ કેસ ! કોરોનાના આંકડા છે ચિંતાજનક

ADVERTISEMENT

સાંસ્કૃતિક કેન્દ્ર ક્યાં બાંધવામાં આવ્યું છે?
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે Jio વર્લ્ડ સેન્ટરની અંદર આવ્યું છે. તે ભારતની શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનું સ્થળ બનશે. નીતા અંબાણીએ તેને કલાકારો અને પ્રેક્ષકો તેમજ સ્વપ્ન જોનારાઓ અને સર્જકો માટે એક સમાવિષ્ટ કેન્દ્ર તરીકે વર્ણવ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT