મુકેશ અંબાણી હવે TATAની સ્ટારબક્સને ટક્કર આપશે, UKની બ્રાન્ડ સાથે મળી ‘સેન્ડવિચ-કોફી’ સ્ટોર લોન્ચ કર્યો
મુંબઈ: અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે શુક્રવારે ભારતમાં બ્રિટિશ સેન્ડવિચ અને કોફી ચેઈન ‘પ્રેટ અ મૈંગર’નો પહેલો સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરના લોન્ચિંગ પછી…
ADVERTISEMENT
મુંબઈ: અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે શુક્રવારે ભારતમાં બ્રિટિશ સેન્ડવિચ અને કોફી ચેઈન ‘પ્રેટ અ મૈંગર’નો પહેલો સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરના લોન્ચિંગ પછી એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી હવે ‘પ્રેટ અ મૈંગર’ દ્વારા ટાટાના સ્ટારબક્સ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યા છે. મુકેશ અંબાણીએ ચા પીતા દેશમાં યુવાનોમાં વધી રહેલા કોફી કલ્ચરને જોતા મોટી દાવ રમ્યો છે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં મેકર મેક્સીટી ખાતે ‘પ્રેટ અ મૈંગર’નો પહેલો સ્ટોર ખુલ્યો છે.
રિલાયન્સ રિટેલની સબ્સિડરી કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે બ્રિટિશ સેન્ડવિચ અને કોફી ચેઇન સાથે ભાગીદારીમાં પહેલા વર્ષમાં ભારતમાં કુલ 10 સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે. રિલાયન્સ બ્રાન્ડ્સના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું કે, કંપની ભારતમાં પ્રથમ પ્રેટ શોપ ખોલવાને લઈને રોમાંચિત છે. ગયા વર્ષે મહેતાએ કહ્યું હતું કે, બ્રાન્ડ ભારતમાં એરપોર્ટ પર ફોકસ કરશે.
100 નવા સ્ટોર ખુલશે
કરાર મુજબ ભારતમાં આવતા પાંચ વર્ષમાં 100 ‘પ્રેટ અ મૈંજર’ સ્ટોર્સ ખુલશે. તમને જણાવી દઈએ કે ટાટા સ્ટારબક્સ હાલમાં આ કોફી માર્કેટમાં સૌથી મોટી ખેલાડી છે. ‘પ્રેટ અ મૈંજર’ના સીઈઓ પેનો ક્રિસ્ટોએ જણાવ્યું હતું કે ભારતમાં આવવું એ કંપનીનો લાંબા સમયથી ઉદ્દેશ્ય રહ્યો છે. મુંબઈમાં પ્રથમ સ્ટોર ખોલવો એ તેના આંતરરાષ્ટ્રીય કારોબારને વિસ્તારવાની કંપનીની યોજનાઓમાંની એક છે.
ADVERTISEMENT
માર્કેટમાં હાલ સ્ટારબક્સનો દબદબો
ટાટા સ્ટારબક્સના 30 શહેરોમાં 275 સ્ટોર્સ છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને અમેરિકન કોફી ચેઈન સ્ટારબક્સ વચ્ચેના 50:50 સંયુક્ત સાહસે FY22માં 50 નવા સ્ટોર્સ ખોલ્યા છે. આ કંપની માટે એક વર્ષમાં સૌથી વધુ છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અવનીશ રોયે જણાવ્યું હતું કે ‘પ્રેટ અ મૈંજર’ સ્ટોર્સ ખોલવાથી સ્ટારબક્સની ઊંચી કિંમતો પર અસર પડી શકે છે.
ભારતમાં કોફી સ્ટોર બ્રાન્ડ્સ વધી રહી છે
ઘણી કોફી બ્રાન્ડ્સ અને ચેઈનોએ તાજેતરમાં ભારતમાં તેમની કામગીરી શરૂ કરી છે. કેનેડિયન કોફી ચેઇન ટિમ હોર્ટન્સે ઓગસ્ટ 2022માં દિલ્હી-એનસીઆરમાં તેના બે સ્ટોર ખોલ્યા હતા. કંપની આગામી ત્રણ વર્ષમાં ભારતમાં કુલ રૂ.240 કરોડના રોકાણ સાથે કુલ 120 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. ભારતમાં કોફી પીવાની સંસ્કૃતિ નવી નથી. પરંતુ તે મોટાભાગે દેશના દક્ષિણ ભાગ સુધી મર્યાદિત છે, જ્યાં તેનું વધુ ઉત્પાદન થાય છે. રિલાયન્સ રિટેલ સેક્ટરમાં પોતાનો પગ જમાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. તેથી જ તે નવી સંભાવનાઓ શોધી રહી છે અને નવા સોદા પણ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT