થરાદમાં ખેડૂતોની જમીન પર ગેસ પાઈપલાઈન નાખવા HPCL કંપની જીદે ચઢી
ધનેશ પરમાર બનાસકાંઠાઃ થરાદના પથમણા ગામમાં એક ખેડૂતે HPCL ગેસ કંપની સામે યોગ્ય વળતરની માંગ કરી હતી અને તે પુરીના થતા, માનસિક અસ્વસ્થતામાં ખેડૂતે પોતાના…
ADVERTISEMENT
ધનેશ પરમાર બનાસકાંઠાઃ થરાદના પથમણા ગામમાં એક ખેડૂતે HPCL ગેસ કંપની સામે યોગ્ય વળતરની માંગ કરી હતી અને તે પુરીના થતા, માનસિક અસ્વસ્થતામાં ખેડૂતે પોતાના શરીર પર બોટલમાં લાવેલું કેરોસીન છાંટ્યું હતું. તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત હોઇ, સમયસૂચકતા વાપરી ફરજ પરના પોલીસ જવાને કેરોસીનની બોટલ સાથે આ યુવકને ઝડપી પાડ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી.
થરાદ તાલુકાના પથમડા ગામે HPCL
કંપની દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. જ્યારે બીજી તરફ જે ખેડૂતોની જમીનમાંથી HPCL કંપની પોતાની પાઇપલાઇન પસાર કરી રહી છે તેમને વળતરમાં પણ HPCL કંપની ઠાગઠૈયા કરી રહી છે. અયોગ્ય વળતર આપવાની વાત કરતા રોષિત ખેડૂતોએ પાઇપલાઇનનું કામ બંધ કરાવ્યું હતું. જોકે તે બાદ HPCL કંપનીએ પોલીસ પ્રોટેકશન માગ્યું હતું અને તે બાદ પોલીસની હાજરીમાં ખેડૂતોના ખેતરમાંથી આ પાઇપલાઇન કાઢવા માટેની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી. જોકે યોગ્ય વળતર ન મળતા અને તે બાદ HPCL કંપનીએ પણ ખેડૂતોને બળજબરીપૂર્વક દબાવી પોતાનું કામ કઢાવવા માટે પોલીસ પ્રોટેક્શનનો સહારો લેતા ખેડૂતો હતાશ થયા હતા. તે બાદ પોલીસની હાજરીમાં એક ખેડૂતે કેરોસીન બોટલમાં ભરી પોતાના શરીર પર છાટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ પર પોલીસ હાજર હતી. તુરંત જ એક પોલીસ જવાને કેરોસીનની બોટલ સાથે આત્મહત્યા પ્રયાસ કરનાર ખેડૂતની અટકાયત કરી હતી.
Surat: વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મોત, મિત્રોને ફોન કર્યો પણ…
ખેડૂતોએ આ બનાવ બાદ પોતાનો આક્રોશ રજૂ કરતા જણાવ્યું હતું કે અમોએ અમારી જમીનના વળતર માટે યોગ્ય રકમની માંગ કરી હતી. એસપીસીએલ કંપની વળતર ઓછું આપે છે. અમોએ નાયબ કલેકટર સમક્ષ પણ અમારી આ ફરિયાદ રજૂ કરી હતી. જોકે અમોને ત્યાંથી પણ કોઈ રાહત મળી નથી. જેથી અમોએ ધરણાં રજૂઆત કરી હતી. અમારી માલિકીની જમીન પર HPCLની બથામણીઓ કબજો કરી મનમાની કરી પાઇપલાઇન નાખી રહી છે. આ અમારી સાથે અન્યાય છે. આ મામલે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરનાર ખેડૂત શિવરામભાઈ રૂપાભાઈ પટેલની પોલીસે સમય સૂચકતાએ અટકાયત કરી હતી. જોકે હંગામો થતાં હાલ પૂરતું HPCL કંપનીનું પાઇપલાઇન નાખવાનું કામ સ્થગિત થયું હતું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT