Vibrant Gujarat Global Summit 2024: ‘ગુજરાતમાં અમે 5 વર્ષમાં રુ.2 લાખ કરોડનું કરીશું રોકાણ’, અદાણીની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news
Vibrant Gujarat Global Summit 2024:  ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં ‘વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની સમિટ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટની ઉદ્ધાટન સમારોહમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે.

અમે 2 લાખ કરોડનું કરીશું રોકાણઃ ગૌતમ અદાણી

ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)એ કહ્યું કે, અમે ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે વિકસિત ગુજરાત બનાવવામાં મદદરૂપ થશે. અમે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક તૈયાર કરીશું અને ગુજરાતમાં 1 લાખથી વધુ રોજગાર પણ આપીશું.

‘અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારતને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ’

ગૌતમ અદાણીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ભવિષ્ય વિશે માત્ર વિચારતા નથી, પરંતુ તેને આકાર પણ આપે છે. તેમના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાની રાહ પર છે. તેઓ ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. ત્યારે અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારતને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રીન સપ્લાય ચેઈન અંગે તેમણે કહ્યું કે, અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઈનનો વિસ્તાર કરી રહ્યા છીએ. આ સિવાય સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી ઈકો-સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આ હેઠળ સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી સહિત કોપર અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો પણ સામેલ છે.”

અગાઉ 55 હજાર કરોડના રોકાણનું આપ્યું હતું વચન

તેમણે કહ્યું કે, અમે સમિટની છેલ્લી આવૃત્તિમાં રૂ.55,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આમાંથી કંપનીએ રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓના અમારા લક્ષ્યાંકને બહોળા પ્રમાણમાં વટાવી ચૂક્યા છીએ.

કચ્છમાં બનશે ગ્રીન એનર્જી પાર્ક

તેઓએ કહ્યું કે, અમે કચ્છમાં 30 GWની ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરાવી રહ્યા છીએ, જે 25 ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલ હશે અને જે અવકાશમાંથી પણ દેખાશે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT