વર્ષ 2019થી જ રૂ. 2000ની નોટો છાપવાની કરી દીધી હતી બંધ, RBIએ 2022માં કહ્યું લોકો પસંદ નથી કરતા

ADVERTISEMENT

વર્ષ 2019થી જ રૂ. 2000ની નોટો છાપવાની કરી દીધી હતી બંધ, RBIએ 2022માં કહ્યું લોકો પસંદ નથી કરતા
વર્ષ 2019થી જ રૂ. 2000ની નોટો છાપવાની કરી દીધી હતી બંધ, RBIએ 2022માં કહ્યું લોકો પસંદ નથી કરતા
social share
google news

નવી દિલ્હીઃ 2000 રૂપિયાનની નવી સર્ક્યૂલેશનને રિઝર્વ બેન્ક દ્વારા સર્ક્યુલેશનથી પાછી લેવાનું નક્કી કર્યું છે પણ હાલ નોટ અમાન્ય નથી. આપને જણાવી દઈએ કે 2 હજારની નોટો વર્ષ 2016માં માર્કેટમાં આવી હતી. જે તે સમયે આપને યાદ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અચાનક રાષ્ટ્રજોગ સંદેશમાં 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. જે પછી 2000ની નોટો અને નવી 500ની નોટો સામે આવી હતી. આ પછી સમયાંતરે, રૂ 200, 50 અને 100ની પણ નવી જ પ્રિન્ટિંગ વાળી નોટો સામે આવી હતી. હાલની વાત કરીએ તો નવા નિર્દેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો પાસેથી 2000ની નોટો લઈને બદલી આપશે, પણ કોઈને આપશે નહીં. આરબીઆઈએ 2019થી 2000ની નોટો છપાવવાની જ બંધ કરી દીધી છે.

ફરી બેન્કો બહાર લાઈન લાગે નહીં તો સારું?
ઉલ્લેખનીય છે કે આમ તો 2000ની નોટો ફરી બેન્કમાં જમા કરવાની અવધી લાંબી છે. ચલણમાંથી પણ હજુ કાઢી નથી પણ અહીં આરબીઆઈએ જાહેર કરેલી બાબતોમાં એક બાબત પર નજર કરીએ તો ગ્રાહક એક વખતમાં 2000ની માત્ર કુલ 20000 રૂપિયા સુધીની જ નોટો બદલી શકશે. જેના કારણે હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારણે ગ્રાહકોનો ધસારો બેન્ક તરફ વધે તેવું બની શકે છે. કારણ કે 20000 રૂપિયાની કરેન્સી 2000ની નોટમાં જોવા જઈએ તો માત્ર 10 નોટ જ બદલી શકાશે.

ફરી નોટબંધી! RBI 2000ની નોટ પાછી ખેંચી લેશે, હાલની નોટો માન્ય રહેશે

25016માં છાપવાનું બંધ કર્યું
2012-22ના એન્યુઅલ રિપોર્ટમાં આરબીઆઈએ પોતાના એક સર્વેનો ઉલ્લેખ કર્યો ઙતો. જે મુજબ લોકો હવે 2000ની નોટોને ઓછી પસંદ કરી રહ્યા છે. જોકે સર્વેના ઘણા સમય પહેલા જ 2019માં જ આરબીઆઈએ 2000ની નોટો છાપવાની બંધ કરી દીધી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે કાળુ ધન મોટા ડિનોમિનેશનની નોટોમાં વધારે હોય છે. 2000ની નવી નોટ છાવાને પણ કેટલાક એક્સપર્ટ આ જ ઉપાયનો હિસ્સો માની રહ્યા છે.

ADVERTISEMENT

500ની 1626 કરોડ નોટો ગાયબ
એક રિપોર્ટ અનુસાર કુલ રૂપિયા 8.13 લાખ કરોડ રૂપિયાની 500ની નોટો એટલે કે 1626 કરોડ નોટો ગાયબ થઈ ગઈ હતી. 6 વર્ષમાં કુલ 500ની નવી નોટો 6479 કરોડ નંગ છપાઈ હતી. દરમિયાન 298 કરોડ નોટ નષ્ટ કરવી પડી હતી. 6181 કરોડ 500ની નોટો હાલ સર્ક્યૂલેશનમાં હોવી જોઈએ. જેની સામે વર્ષ 2021-22માં સર્ક્યૂલેશનમાં 500ની 4555 કરોડ નોટો હતી. મતલબ કે 1626 કરોડ નોટો સર્ક્યૂલેશનથી ગાયબ છે. જેની કુલ વેલ્યુ 8.13 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.

સામે એક મહિલા છે, થોડુ સન્માન તો કરો ઘરે પણ આવું બેહુદુ વર્તન કરો છો: CJI ચંદ્રચુડ ભડક્યા

2000ની 54 કરોડ નોટો ગાયબ
રિપોર્ટ અનુસાર છ વર્ષમાં 2000ની 370 કરોડ નોટોનું પ્રિન્ટિંગ થયું હતું. જેમાં 102 કરોડ નોટો 6 વર્ષમાં નષ્ટ કરવામાં આવી હતી. મતલબ કે 268 કરોડ નોટો હાલ સર્ક્યુલેશનમાં હોવી જોઈએ. જોકે તેની સામે વર્ષ 2021-22માં 214.2 કરોડ નોટો જ સર્ક્યૂલેશનમાં છે. મતલબ 2000ની 54 કરોડ નંગ નોટો સર્ક્યૂલેશનથી ગાયબ છે, જેની વેલ્યું 1.08 કરોડ રૂપિયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT