ભણતરનો ભાર.. રાજ્યનો દર 17મો વિદ્યાર્થી ધો.8 પછી છોડી દે છે અભ્યાસ, ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે
નવી દિલ્હી: રાજ્ય સરકાર ભણતર પર વધુ ભાર મૂકવાની વાતો કરી રહી છે. આ દરમિયાન લોકસભામાં જાહેર થયેલા આંકડાથી સરકારની કામગીરી પર સવાલ ઉઠયા છે.…
ADVERTISEMENT
નવી દિલ્હી: રાજ્ય સરકાર ભણતર પર વધુ ભાર મૂકવાની વાતો કરી રહી છે. આ દરમિયાન લોકસભામાં જાહેર થયેલા આંકડાથી સરકારની કામગીરી પર સવાલ ઉઠયા છે. ગુજરાતમાં ધોરણ-8 પછી દર 17મો વિદ્યાર્થી અભ્યાસ છોડી રહ્યો છે. જ્યારે પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય પર આવી ગયો છે. આમ ડ્રોપઆઉટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે.
લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીએ આ માહિતી આપી હતી. દેશમાં માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો 12.6નો છે. ત્યારે ગુજરાત, પંજાબ સહિત 11 એવાં રાજ્યો છે જ્યાં ડ્રોપઆઉટ દેશની સરેરાશ કરતાં પણ વધારે છે. સૌથી વધુ ઓડિશામાં દર 27મો વિદ્યાર્થી, મેઘાલયમાં 21મો, બિહાર અને આસામમાં 20મો તેમજ પશ્ચિમ બંગાળમાં દર 18મો વિદ્યાર્થી ધોરણ-8 પછી શાળાએ જતો જ નથી. દેશમાં ચંડીગઢ અને લક્ષદ્વીપ આ બે રાજ્યો જ એવાં છે જ્યાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય છે. જ્યારે મણિપુર 1.3, હિમાચલ પ્રદેશ 1.5 અને દિલ્હીમાં આ રેશિયો 4.8 છે. ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.
પ્રાથમિક અભ્યાસક્રમમાં ગુજરાતમાં 0 ડ્રોપઆઉટ
દેશનાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી 15 રાજ્યો એવાં છે જ્યાં 2021-22માં પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય છે. જેમાં ગુજરાતે પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રાથમિક સભ્યાસક્રમમાં 0 ડ્રોપઆઉટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત, દીવ-દમણ,કર્ણાટક, દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, ચંડીગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરલ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો
ગુજરાતમાં અત્યાર સુધી 17 પ્રવેશ ઉત્સવ થઈ ચૂક્યા છે અને પ્રવેશઉત્સવનું મુખ્ય લક્ષ્ય ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો 5.4 ઘટ્યો છે. 2017-18 માં 20.6 હતો જે 18-19માં વધીને 23.8 થયો હતો. પછીના વર્ષ 19-20માં આંશિક ઘટી 23.7 અને 20-21માં 23.3 નોંધાયો હતો. જ્યારે 2021-22માં 17.9 થયો છે.
ADVERTISEMENT
જુઓ લિસ્ટ
ADVERTISEMENT
રાજ્ય રેશિયો
ઓડિશા 27.3
મેઘાલય 21.7
બિહાર 20.5
આસામ 20.3
પ.બંગાળ 18
ગુજરાત 17.9
નાગાલેન્ડ 17.5
પંજાબ 17.2
આંધ્રપ્રદેશ 16.3
કર્ણાટક 14.7
તેલંગાણા 13.7
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT