BSF જવાન હત્યા કેસ: ‘અમે 3 દિવસ છોકરાના પરિવારને સમજાવવા ગયા, પાછળથી ગળામાં ધારિયું મારી દીધું’
હેતાલી શાહ/નડિયાદ: નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમા રહેતા BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા…
ADVERTISEMENT
હેતાલી શાહ/નડિયાદ: નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમા રહેતા BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા માટે ગયા હતા. દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનનુ મોત નિપજ્યું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં સાતેય આરોપીઓને ઝડપી પાડયા છે. સાથે જ આ કેસમાં જે મુદ્દે આ સમગ્ર ઘટના બની એ વિડિયો બનાવનાર અને વાયરલ કરનાર યુવક શૈલેષ જાદવ સામે પોલીસે IT એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
BSF જવાનના પત્નીએ ઘટના વિશે શું કહ્યું?
ગુજરાત Tak દ્વારા પીડિત પરિવાર પાસેથી તે દિવસે શું બન્યું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભોગ બનનારા BSF જવાનના પત્નીએ જણાવ્યું કે, તેમના દીકરાએ વીડિયો વાઈરલ કર્યો હતો. અમે પહેલા દિવસે સમજાવવા ગયા તો કે છોકરો ભાગી ગયો છે મળ્યો નથી. બીજા દિવસે ગયો તો કે હજુ મળ્યો નથી મળશે એટલે હાજર કરીશું. ફરી અમે ત્રીજા દિવસે ગયા અને એના ખાલી સમાધાન માટે જ ગયા હતા. ત્યાં બહાર સાત લોકોનું ટોળું તાપણું કરવા બેઠું હતું. જેવી અમે વાત કરી અને ઊભા જઈને જવા ગયા કે પાછળથી ગળામાં ધારિયું મારી દીધું. મને પણ ધારિયું અને લાકડી હાથ અને પગમાં મારી. મારા દીકરા અને ભત્રીજાને પણ ખૂબ માર્યા. હું બેભાન થઈને પડી ગઈ હતી, ભાનમાં આવતા મેં મારા બીજા ભત્રીજાને ફોન કરીને જાણ કરી. મારો દીકરો હાલમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે, તેને માથાના ભાગે ઈજા પહોંચી છે.
ADVERTISEMENT
‘ઘરમાં કમાનાર એક વ્યક્તિ હતા તે પણ ગુમાવી દીધા’
સમગ્ર ઘટના અંગે મૃતક જવાનના નાના દીકરાએ કહ્યું કે, અમારા ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હતા તેમને પણ અમે ગુમાવી દીધા. અમારો આખો પરિવાર સદીઓ પાછળ જતો રહ્યો. અમારા પરિવારમાં 12 લોકો છે. મારી અપીલ એટલી છે કે સાતેય આરોપીઓના રિમાન્ડ લેવામાં આવે અને તેમનો સાથ આપનારા લોકોને પણ પકડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય. મારા પિતા સાથે જે થયું તે સમાજમાં અન્ય કોઈ લોકો સાથે ન થાય તે બદલ મારી અપીલ છે કે તે લોકોને દંડ મળવો જોઈએ.
ADVERTISEMENT
BSFના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ સાથે ચર્ચા કરી
નોંધનીય છે કે, આ ઘટના બનતા બીએસએફના ઉચ્ચ અધિકારી ચકલાસી પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓએ સૌપ્રથમ ચકલાસી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ચકલાસી પોલીસ મથકના પી.એસ.આઇ જી.પી.ચંપાવત સાથે આ હત્યા કે સંબંધે તપાસ સંદર્ભે વાતચીત કરી હતી. ત્યારબાદ બીએસએફના ઉચ્ચ અધિકારીઓ અને ચકલાસી પોલીસના પી.એસ.આઇ મૃતક બીએસએફ જવાનના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મૃતક બીએસએફ જવાની પત્ની અને દીકરા સાથે તેઓએ વાતચીત કરી હતી. અને પરિવારને મળીને તેમણે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ પરિવારને ન્યાય મળે તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચૈતર વસાવાની મહેનત ફળીઃ રાતોરાત 5 બસ ફાળવવાનો નિર્ણય
વીડિયો વાઈરલ કરનારા આરોપી હજુ પણ ફરાર
આ બાજુ આ તમામ હત્યા પ્રકરણ વચ્ચે હત્યા જે બાબતે થઈ એટલે કે જે વિડીયો વાયરલ થયો હતો, તે વિડીયો વાયરલ કરનાર શૈલેષ જાદવ વિરુદ્ધ ચકલાસી પોલીસ મથકે બીએસએફ જવાના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે પોકસો તથા આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોધી શૈલેષ જાદવને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, જ્યારથી વિડીયો વાયરલ થયો છે, ત્યારથી શૈલેષ જાદવ ફરાર છે.
જવાનની હત્યા કરનાર તમામ આરોપી જેલમાં મોકલાયા
આ કેસની તપાસ કરતા તપાસ અધિકારી ડીવાયએસપી વી. આર.બાજપાઈના જણાવ્યા અનુસાર આ તપાસમાં પોલીસ તટસ્થ રીતે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. અને જે સંદર્ભે ઘટના બન્યાના 24 કલાકની અંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે રિમાન્ડના મંજૂર કરતા તમામ સાતે સાત આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ વિડીયો વાયરલ કરનાર શૈલેષ જાદવ સામે આઇટી તથા પોક્સો એક હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT