BREAKING: અ’વાદમાં BRTS બસ ભડકે બળી, ધુમાડાના કાળા વાદળો ઘેરાયા; ફાયર બ્રિગેડની ટીમ હાજર
અમદાવાદઃ શહેરમાં આજે આગ લાગવાની ઘટનાઓ એકપછી એક સામે આવી રહી છે. એક બાજુ અમદાવાદમાં મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.…
ADVERTISEMENT
અમદાવાદઃ શહેરમાં આજે આગ લાગવાની ઘટનાઓ એકપછી એક સામે આવી રહી છે. એક બાજુ અમદાવાદમાં મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. તો આજે સાંજે લો ગાર્ડનથી ગુજરાત કોલેજ જવાના રસ્તા પર BRTS બસમાં આગ લાગી ગઈ છે. અત્યારે આ બસમાં આગ લાગતા મોટુ નુકસાન પહોંચ્યું છે. જોકે કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈ મુસાફર ફસાયું હોય કે જાનહાનિ વિશે કોઈ અપડેટ હજુ સુધી આવી નથી.
BRTS બસ ભડકે બળી
લો ગાર્ડનથી ગુજરાત કોલેજ સુધીના માર્ગ પર બી.આર.ટી.એસ બસ ભડકે બળી ગઈ હતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ માર્ગ પર ધુમાડાઓના વાદળ છવાઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે આગ કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
અગાઉ સપ્ટેમ્બરમાં પણ બસ ભડકે બળી હતી
સપ્ટેમ્બર મહિનામાં મેમનગરના BRTS બસ સ્ટેન્ડ પાસે અચાનક એક બસના એન્જિનમાંથી ધુમાડા નિકળવાનું શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન ગણતરીની સેકન્ડમાં બસમાં આગ લાગી અને જ્વાળાઓથી લપેટાઈ ગઈ હતી. જોકે ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક પેસેન્જરોને બહાર ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન આગ પર કાબૂ મેળવવા માટે 3 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી. બધાનો બચાવ થઈ ગયો હતો.
ADVERTISEMENT
અમદાવાદની મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી
જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી ગઈ છે. નોંધનીય છે કે આગ લાગવાની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી દીધી છે. તો બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગ લાગવાના કારણે અહીં 2 લોકોના મોત નીપજ્યા છે. અત્યારે 2 એમ્બ્યુલન્સ અને 4થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કાબુમાં લેવાના પ્રયત્નો ચાલુ છે.
ADVERTISEMENT