નર્મદા જિલ્લામાં સગા ભાઈએ જ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા:  આજના યુગમાં સહનશક્તિ ખૂબ જ ઘટી ગઈ છે. સાથે સાથે ગુસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની બાબતોમાં લોકો એકબીજાના જીવ લેવા પર ઉતરી આવે છે.  આવી જ એક ઘટના  નર્મદા જિલ્લામાં બની છે જ્યાં મોટા ભાઈએ ખેતરમાંથી ટામેટાં લીધા અને નાના ભાઈએ મોટા ભાઈને રહેંસી નાખ્યો. આરોપીની પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના નર્મદા જિલ્લામાં  ધવલીવેર (વાડી ફળિયા) ગામમાં એક અજીબ ઘટના સામે આવી છે. ટામેટાં લેવા જેવી નજીવી બાબતે નાના ભાઈએ મોટા ભાઈનો જીવ લઈ લીધો છે. માસીરામ કાયલા વસાવાના  ખેતરમાં ટામેટા ઉગાવ્યાં હતા.  જેના કારણે તેનો મોટો ભાઈ ખાવા માટે ઘણી તોડી લાવતા હતા.  આ વાતને લઈ માસીરામ તેને મોટા ભાઈ કાશીરામ વસાવા સાથે ઝઘડો થયો. આ  ઝઘડો મોતનું કારણ બન્યો છે.

પોતાનું જ લોહી બન્યું દુશ્મન 
ઝઘડો થતાં નાના ભાઈ માસીરામે પોતાના જ મોટા ભાઈ કાશીરામના પેટમાં છરીના અનેક ઘા મારી હત્યા કરી નાખી. ફક્ત ટામેટાં લેવા જેવી બાબતમાં જ  ગુસ્સે થઈ નાના ભાઈએ મોટા ભાઈને રહેંસી નાખ્યો.

ADVERTISEMENT

 આ પણ વાંચો:  21 જાન્યુઆરીએ 1 લાખ પાટીદારો કાગવડમાં થશે એકત્ર, નરેશ પટેલે શું કહ્યું જાણો

હત્યારની કરવામાં આવી ધરપકડ
આ બાબતે ફરિયાદ મળતાં જ સાગબારા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. પાટીલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ મામલે IPCની કલમ 302 હેઠળ કેસ નોંધીને હત્યારા માસીરામ વસાવાની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

આ પ્રકારનિ ઘટના બની ચિંતાનો વિષય
આજકાલ આવી ઘટના જણાવી રહી છે લોહીના સબંધ પર ગુસ્સો હાવી થઈ રહ્યો છે. અને ક્ષણ ભરનો ગુસ્સો જીવ લેવા પર ઉતરી આવે છે. તે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. કારણ કે ઘણા દિવસોથી આવી મોટી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં લોકો નાની નાની બાબતોની પરવા કરતા નથી. તેઓ ગુસ્સામાં એકબીજાને મારી નાખે છે. આ પ્રકારની ઘટના માત્ર શહેરોમાં જ નથી બની રહી પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ બની રહી છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT