BREAKING: ચૂંટણી પ્રચાર સમયે AAPના કાર્યકર્તા પર થયો હુમલો, શખસો મોબાઈલ સહિતની વસ્તુઓ લૂંટી ગયા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ આમ આદમી પાર્ટીના વધુ એક કાર્યકર્તા પર હુમલો થયો છે. સંતરામપુરની ટીમ જ્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચી હતી ત્યારે તેમના પર હુમલો થયો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં અત્યારે ત્રિપાંખીયો જંગ જામી ગયો છે. તેવામાં આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. જોકે આ દરમિયાન આપના વધુ એક કર્મચારી સાથે મારપીટ થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાર્ટીએ અત્યારે ભાજપ પર આ હુમલાનો આક્ષેપ કર્યો છે, તેવામાં AAPના કાર્યકર્તાઓના મોબાઈલ ફોન સહિતના સાધનો હુમલાખોરો લઈને ફરાર થયા હોવાની વાત પણ કરી છે.

જાણો સમગ્ર ઘટનાક્રમ
આમ આદમી પાર્ટીના સંતરામપુરની ટીમ અરવિંદ કેજરીવાલે આપેલી ગેરન્ટી વિશે જનતામાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. આ સમયે ડો.કલ્પેશ સંગાડા અને તેમના સાથીઓ પર પ્રચાર કરવા ગયા ત્યારે હુમલો થયો હતો. નાની બુગેડી ગામ પાસે કડૂચી ચોકડી પાસે આમ આદમી પાર્ટી પર અચાનક કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ચોરી અને લૂંટફાંટની ઘટના પણ બની હતી.

ભાજપ પર હુમલાનો આક્ષેપ, લૂંટફાટ પણ કરી
આમ આદમી પાર્ટી કાર્યકર્તા પર હુમલો થયો ત્યારપછી શખસો કાર્યકર્તાઓના મોબાઈલ ફોન સહિતની ચૂંટણી પ્રચારની વસ્તુઓ ચોરી ગયા હતા. આ હુમલા દરમિયાન ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી આપનાં કાર્યકર્તા ડો.કલ્પેશ સંગાદને સારવાર માટે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારપછી સંતરામપુર પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા.

ADVERTISEMENT

AAPના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યારપછી સંતરામપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું.

With Input- વિરેન જોશી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT