BREAKING: મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલ દસમો આરોપી, પોલીસે કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલીયા/મોરબી: મોરબીમાં 30મી ઓક્ટોબર રોજ થયેલા ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત થઈ ગયા હતા. આ મામલે મોરબી કોર્ટમાં આજે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે કોર્ટમાં રજૂ કરેલી 1262 પેજની ચાર્જશીટમાં દસમા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ સામેલ કરવામાં આવ્યું છે. પોલીસે જયસુખ પટેલ પર કલમ 308, 304, 336, 338 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપીને ત્રીજી પત્નીની હત્યા કરાવી, કારણ જાણીને ચોંકી જશો

દુર્ઘટના બાદથી જયસુખ પટેલ ભૂગર્ભમાં
નોંધનીય છે કે, મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બની તે બાદથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ દ્વારા તેની વિરુદ્ધ વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું. ખાસ વાત છે કે બે દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટના પર થયેલી પિટિશનની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે ઝુલતો બ્રિજ તુટી પડવા મામલે બેદરકારી દાખવનાર મોરબીની નગરપાલિકાનો પણ ઉધડો લીધો હતો અને વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો કેમ પગલાં ન લીધા? Oreva ગ્રુપના લોકો એ બ્રિજનું ઉદઘાટન કરીને શરૂ કરી દીધો, તમે શું કરતા હતા?

ADVERTISEMENT

જયસુખ પટેલે હાઈકોર્ટમાં મૃતકોને વળતર આપવા તૈયાર દર્શાવી હતી
હાઈકોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા કોર્ટમાં પોતાના બચાવમાં કહેવાયું હતું કે, મોરબી બ્રીજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજના સમારકામ માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાઈ છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું. જેની સામે કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે, વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT