ભરૂચઃ પાનોલી GIDCની કંપનીમાં આગ લાગતા બે ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ
ભરૂચઃ ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં ઘણી વખત એવા બનાવો બની ચુક્યા છે કે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હોય. હાલમાં જ પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભરૂચની…
ADVERTISEMENT
ભરૂચઃ ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં ઘણી વખત એવા બનાવો બની ચુક્યા છે કે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હોય. હાલમાં જ પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભરૂચની પાનોલી જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં આગની ઘટના બની છે. જોકે તે આગના ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાઈ જતા બે ગામોને અસર થવા પામી છે. કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ છે. તેના કારણે તંત્રનો પણ જીવ અધ્ધર થઈ ગયો છે અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
AAP MLA ચૈતર વસાવા પહોંચી ગયા આદિવાસી યુવકના લગ્નમાં, વરરાજાને ખભે બેસાડી નાચ્યા- Video
આંખોમાં બળતરા અને શ્વાસની તકલીફ
ભરૂચ પાનોલી જીઆઈડીસીમાં એક આગની ઘટના બની છે. અહીં આવેલી એક ફાર્મા કેમીકલ કંપનીમાં આગની ઘટના બની હોવાની વિગતો મળી રહી છે. જોકે આ આગને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂમાડાના ગોટેગોટા વળી ગયા છે. જેના કારણે બે ગામના લોકોને અસર પહોંચી રહી છે. સ્થાનીક લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થયાની વિગતો મળી રહી છે. આગના ધૂમાડાથી બે ગામ પ્રભાવીત થયાની જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવ્યું હતું. સાથે જ તંત્ર દ્વારા જરૂર પડે લોકોનું સ્થળાંતરની તૈયારીઓ પણ કરવાની તૈયારી પણ છે. ઉપરાંત આરોગ્ય તંત્રએ પણ આનુંસાંગિક તૈયારીઓ કરી લીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT