Breaking: નર્મદામાં ધરા ધ્રુજી, કેવડિયાથી 5 કિમી દૂર સુધી અનુભવાયો ભૂકંપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના નાના નાના આંચકાઓનો લોકો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. આજે મંગળવારે બપોરના સમયે 3.40 કલાકે નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એટલું જ નહીં પણ કેવડિયાથી પાંચ કિલોમીટર દૂર સુધી ધરા ધ્રુજ્યાનો અનુભવ લોકોએ કર્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની હોવાનું પણ સામે આવ્યું છે.

દ્વારકામાં દબાણ હટાવી લાખો ફૂટ જમીન કબજે મેળવ્યા બાદ, કાટમાળ હટાવવાની કામગીરી પુરજોશમાંઃ Video

માર્ચ મહિનામાં જ પાંચ આંચકા
ઉલ્લેખનીય છે કે આજે નર્મદા ઉપરાંત ગતરોજ 13મી તારીખે બપોરના સમયે કચ્છના બેલા ખાતે 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે પહેલા 11મી માર્ચે એટલે કે બે જ દિવસ પહેલા ગીર સોમનાથમાં પણ ઉના વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે જ દિવસે કચ્છના દૂધઈ ખાતે 2.8નો ભૂકંપ અનુભવાયો હતો. તેના એક દિવસ પહેલા કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી હતી. તે અગાઉ 8મી માર્ચે કચ્છમાં બપોરે 3.8ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. ઉપરાંત 4 માર્ચે પણ કચ્છમાં સવારે 10.49 કલાકે 3.8ની તીવ્રતાથી ધરા ધ્રુજી ઉઠી હતી. મતલબ કે આ માર્ચ મહિનામાં જ પાંચ વખત લોકો ભૂકંપને અનુભવી ચુક્યા છે. આ અગાઉ અમરેલીના મીતિયાળા ખાતે તો દર થોડા દિવસે ભૂકંપના આંચકાઓથી લોકો એટલા ભયભીત થયા હતા કે કડકડતી ઠંડીમાં પણ તેઓએ ઘરની બહાર સુઈ રહેવાની ફરજ પડી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT