BLACK FRIDAY: 2 શોક સમાચાર અને એક દુર્ઘટના, PM મોદીના માતાનું નિધન, રિષભ પંતનો ગંભીર અકસ્માત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ આજે શુક્રવારનો દિવસ છે અને આ બ્લેક ફ્રાઈડે સમાન થઈ ગયો છે. સવારથી જ 3 દુઃખદ ઘટનાઓ સામે આવી ગઈ છે. વડાપ્રધાન મોદીના માતાનું નિધન થઈ ગયું છે, ત્યારે બીજી બાજુ મહાન ફુટબોલર પેલેનું પણ અવસાન થયું છે. નોંધનીય છે કે આની સાથે ઈન્ડિયન ટીમના સ્ટાર વિકેટ કીપર રિષભ પંતની ગાડીનો ગંભીર અકસ્માત થયો છે. અત્યારે સવારથી જ શોકમય સમાચારો સામે આવતા દેશમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું હોય એમ લાગી રહ્યું છે.

પીએમ મોદીના માતા હીરા બાનું નિધન
પીએમ મોદીના માતા હીરા બાએ આજે ​​અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. શુક્રવારે સવારે 3.30 વાગ્યે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગાંધીનગરના સ્મશાનભૂમિ ખાતે હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ પણ મૃતદેહને કાંધ આપી હતી.

ADVERTISEMENT

બ્રાઝિલના ફૂટબોલર પેલેનું નિધન
બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની માહિતી આપી હતી. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. મોટાભાગે ફોરવર્ડ પોઝિશનમાં રમતા પેલેને વિશ્વના મહાન ફૂટબોલર કહેવાતા. પેલે જેવો ખેલાડી આવનારી સદીઓમાં ભાગ્યે જ જન્મશે. પેલેનું મૂળ નામ એડસન એરાંટેસ ડો નાસિમેન્ટો હતું. પરંતુ શાનદાર રમતના કારણે તે બીજા ઘણા નામોથી પણ જાણીતો હતો. પેલેને ‘બ્લેક પર્લ’, ‘કિંગ ઓફ ફૂટબોલ’, ‘કિંગ પેલે’ જેવા ઘણા ઉપનામો મળ્યા છે. પેલે તેના યુગના સૌથી મોંઘા ફૂટબોલરોમાંના એક હતા.

ADVERTISEMENT

રિષભ પંતની કારનો ગંભીર અકસ્માત
ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. શુક્રવારે વહેલી સવારે ગુરુકુલ નરસન વિસ્તારમાં આ ઘટના બની હતી. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ડોક્ટરોના જણાવ્યા અનુસાર રિષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યા પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT