ધોરાજીમાં BJPના ધારાસભ્યની કારનો અકસ્માત, વીજપોલ સાથે અથડાઈ કાર
રાજકોટ: રાજકોટના ધોરાજી-ઉપલેટાના ભાજપના ધારાસભ્યની કારને ગઈકાલે રાત્રે અકસ્માત નડ્યો હતો. ઉપલેટા રાજમાર્ગ પરથી જતા સમયે ધારાસભ્યની કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. જોકે…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટના ધોરાજી-ઉપલેટાના ભાજપના ધારાસભ્યની કારને ગઈકાલે રાત્રે અકસ્માત નડ્યો હતો. ઉપલેટા રાજમાર્ગ પરથી જતા સમયે ધારાસભ્યની કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. જોકે સદનસીબે કારમાં સવાર ધારાસભ્યનો બચાવ થયો હતો, જોકે કારમાં નુકસાન પહોંચતા તેઓ બીજા કારમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
વીજપોલ સાથે અથડાતા MLAની કારને થયું નુકસાન
પ્રાપ્ત વિગતો મુજબ, ધોરાજી-ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કાર ગઈકાલે સાંજે વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી. જેમાં કારના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે સદનસીબે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાને કોઈ ઈજા થઈ નહોતી. પરંતુ કાર ચલાવી શકાય તેમ ન હોવાથી તેઓ અન્ય કારમાં બેસીને રવાના થઈ ગયા હતા.
ADVERTISEMENT
અગાઉ કરજણના ધારાસભ્યની કારને નડ્યો હતો અકસ્માત
નોંધનીય છે કે, ગત મહિને પણ વડોદરાના કરજણથી ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની કારનો અકસ્માત થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે એકાએક નીલ ગાય હાઈવે પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કારમાં ડ્રાઈવર, ધારાસભ્ય સહિત 3 લોકો સવાર હતા. જોકે સદનસીબે અક્ષય પટેલને હાથમાં સામાન્ય ઈજાઓ પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે તેમની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT