ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકશન મોડમાં, બરોડા ડેરીના વહીવટને લઈ લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત ધારાસભ્ય કેતન ઇનામદાર ચર્ચામાં આવ્યા છે. કેતન ઇનામદારએ  બરોડા ડેરીમાં ચાલતી લાગવાગશાહી અને ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ સહિત અનેક મામલે સનસનીખેજ આરોપ લગાવ્યા છે.

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ભાજપની નીતિ હોય કે કોઈ અન્ય મુદ્દો જનતા માટે સતત લડી રહ્યા છે. આ દરમિયાન  કેતન ઇનામદાર બરોડા ડેરીના વહીવટને  લઈ અનેક સવાલો કર્યા છે. બરોડા ડેરીના વહીવટમાં ગેરરીતિની રાવને લઇને વખતો વખત ડેરી ચર્ચામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે ડેરીમાં સગાઓને નોકરી આપવાના આક્ષેપનો મામલો રોજે રોજ વધુ ગરમાતો જાય છે. સાવલીના ધારાસભ્યની રજૂઆત બાદ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસના આદેશ હાથ ધરાયા હતા. કેતન ઇનામદારે બરોડા ડેરીના વિવાદ મામલે 19 મુદ્દાની રજૂઆત બાબતે પત્રકાર પરિષદ યોજી હતી અને ડેરીમાં ગેરરીતીને લઈ વધુ એકવાર મોટા આક્ષેપો કર્યા છે.

લગાવ્યા ગંભીર આરોપ
ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવેલ આક્ષેપ મુજબ બરોડા ડેરીના વાર્ષિક મેઇન્ટેનન્સ માટે ખર્ચ કરવામાં આવેલ રકમમાં રૂ.10 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જ્યાલે બરોડા ડેરીના સુગમ પ્લાન્ટ ખાતે ચીઝ સ્પ્રેડ બનાવવા માટે 130 લિટર કેપેટીસીના યુનિવર્સલ મિક્ષર કમ કુકરની ખરીદીમાં રૂ. 37.27 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોડેલી ચિલિંગ સેન્ટર ખાતે બનાવવામાં આવેલા અઢી લાખ લિટર દૈનિક કેપેસિટીના દૂધ પ્રોસેસીંગ પ્લાન્ટ સેન્ટરમાં અઢી લાખ લિટર દૈનિક કેપેસિટીના દૂધ પ્રોસેસીંગ પ્લાન્ટની ક્ષમતા પ્રમાણે ઉપયોગ નહીં કરીને ડેરીના સત્તાધીશો દ્વારા દર મહિને મોટું આર્થિક નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

નિમણૂકને લઈ ઉઠાવ્યા સવાલો
એન્જિનિયરોની નિમણૂંક સામે આજદીન સુધી કોઇ પણ પ્રકારનો નિમણૂંક પત્ર જાહેર કરવામાં આવ્યો નહી હોવાના આક્ષેપ ભાજપ ધારાસભ્યએ કર્યાં છે. આ સાથે યોગ્ય તપાસના અંતે સત્ય બહાર લાવવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: આણંદઃ ડુપ્લીકેટ સર્ટી પરથી વિદેશ જવાના કૌભાંડમાં પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર

ADVERTISEMENT

અગાઉ પણ આરોપ લગાવી ચૂક્યા છે
ધારાસભ્ય કેતન ઈમાનદારે  થોડા દિવસ અગાઉ પણ તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી બરોડા ડેરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT